અમદાવાદના વ્યક્તિએ રોબોટને બનાવ્યો વેઈટર! વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ


- એક સ્ટોલ પરની નવી ટેક્નોલોજીએ લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું
અમદાબાદ, 12 માર્ચ: આજના યુગમાં તમે જ્યાં જુઓ ત્યાં તમને નવી ટેકનોલોજી જોવા મળશે. ત્યારે આવી જ એક નવી ટેક્નોલોજી અમદાવાદના એક સ્ટોલ પર જોવા મળી છે, જેણે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. કાર્તિક મહેશ્વરી નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે પોતાના એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક રોબોટ ગ્રાહકોને બરફના ગોલા પીરસતો જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
દરેક પસાર થતા દિવસ સાથે દેશ અને દુનિયામાં ટેક્નોલોજીનો વિકાસ થઈ રહ્યો છે. એક સમય હતો જ્યારે લોકો તેમના પરિવારના સભ્યોની સુખાકારી વિશે પૂછતા પત્રો લખતા. આજે એવો સમય છે જ્યારે લોકો ફોન દ્વારા વાતચીત કરી શકે છે અને વીડિયો કૉલ કરીને પણ જોઈ શકે છે.
વીડિયોમાં રોબોટ બરફના ગોલા પીરસતો નજરે ચડયો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક રોબોટ ગ્રાહકોને બરફના ગોલા પીરસતો જોવા મળે છે. હકીકતમાં, આ દ્રશ્ય અમદાવાદમાં જોવા મળ્યું હતું જ્યાં એક વ્યક્તિએ ગોલાનો પોતાનો સ્ટોલ લગાવ્યો છે. લોકોનું ધ્યાન આકર્ષિત કરવા અને પોતાના કામને અનોખું રૂપ આપવા માટે તેણે એક રોબોટને વેઈટર તરીકે રાખ્યો છે. વ્યક્તિ રોબોટને ઓર્ડર આપે છે અને પછી રોબોટ જ આ ઓર્ડર ગ્રાહક સુધી પહોંચાડે છે. વીડિયો અનોખો હોવાને કારણે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર real_shutterup નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. અત્યારસુધીમાં આ વીડિયોને 4.1 મિલિયન લોકોએ જોયો છે અને 1 લાખ 22 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું છે કે, “રોબોટ ઉઠાવીને લઈ ન જતાં.” અન્ય યુઝરે લખ્યું કે, “આટલા સમયમાં તો ગોલો પીગળી જશે.” તો અન્ય યુઝરે લખ્યું કે, “ભાઈ, મને આ રોબોટ આપો, મને એક સારી નોકર(maid) નથી મળ્યો.”
આ પણ જુઓ:IPL પહેલા MS ધોનીના લુકે સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ, થાલાને જોઈ ફેન્સ પાગલ