ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

વ્યક્તિએ લગ્નના અનોખા કાર્ડનું કર્યું વિતરણ, લોકો સમજી બેઠા લેપટોપ અને રહી ગયા દંગ!

  • લગ્નની સિઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે, તેની તૈયારીઓ પણ લોકોએ શરૂ કરી દીધી છે

HD ન્યૂઝ ડેસ્ક, 20 સપ્ટેમ્બર: લગ્નની સિઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે, તેની તૈયારીઓ પણ લોકોએ શરૂ કરી દીધી છે. લગ્નની એટલી બધી તૈયારીઓ હોય છે કે લોકો મહિનાઓ પહેલાથી જ તેને પૂરી કરવા લાગે છે. એમાંય લગ્નના કાર્ડ છાપવા એ એક મોટું અને મહત્ત્વનું કામ છે. લોકો અગાઉથી કાર્ડની ડિઝાઇન પસંદ કરે છે, પછી તેની સામગ્રી તૈયાર કરે છે, પછી તેને પ્રિન્ટ કરાવે છે અને પછી તેના વિતરણની પ્રક્રિયા શરૂ થાય છે. જો કાર્ડની ડિઝાઈન આકર્ષક હોય તો તે લોકોને હંમેશા યાદ રહે છે. આ દરમિયાન એક વ્યક્તિને તેના લગ્નમાં એવું કાર્ડ છપાવ્યું (લગ્નનું કાર્ડ Apple MacBook પ્રો જેવું લાગે છે) કે કોઈ તેને ભૂલી શકશે નહીં. જ્યારે તે કાર્ડ વહેંચવા માટે બહાર ગયો ત્યારે લોકોએ તેને લેપટોપ સમજી લીધું. પરંતુ પાછળથી ખબર પડી કે તે કાર્ડ હતું. અંદરની માહિતી વાંચીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ યુઝર @manoj_rationalistએ તાજેતરમાં તેના એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જે વેડિંગ કાર્ડનો છે. તેણે જણાવ્યું કે, તેના લગ્ન 16 સપ્ટેમ્બરે તમિલનાડુના ધર્મપુરીમાં થયાં હતા. તેણે લગ્ન માટે જે કાર્ડ પ્રિન્ટ કરાવ્યું હતું તે એટલું અનોખું અને અલગ હતું કે જેણે પણ આ કાર્ડને પહેલીવાર જોયું તે વ્યક્તિ આ કાર્ડને જોતો જ રહી ગયો.

જૂઓ વાયરલ વીડિયો

 

View this post on Instagram

 

A post shared by Manoj Kumar (@manoj_rationalist)

કાર્ડને લેપટોપ જેવો દેખાવ આપ્યો

આ કાર્ડ Apple MacBook Pro એટલે કે Apple કંપનીના લેપટોપની ડિઝાઇનનું છે. ઉપરથી જોવામાં આવે તો કાર્ડ બિલકુલ લેપટોપ જેવું દેખાય છે. જ્યારે અંદર ખોલવામાં આવે છે, ત્યારે નીચે બટનો છે. સૌથી ઉપર એક સ્ક્રીન છે જેમાં ગૂગલની તસવીર બતાવવામાં આવી છે અને ગૂગલમાં સર્ચ કરવાથી જે રીતે વિગતો બતાવવામાં આવે છે તે રીતે લગ્નને લગતી તમામ માહિતી તૈયાર કરવામાં આવી છે. બધી વિગતો તે જ Google Search વિન્ડો પર દર્શાવવામાં આવી છે. નવું લેપટોપ પેક થાય તે રીતે કાર્ડ પણ પેક કરવામાં આવ્યું છે.

વીડિયો થઈ રહ્યો છે વાયરલ

આ વીડિયોને 68 લાખ વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. ઘણા લોકોએ પૂછ્યું કે, “આ લગ્નના કાર્ડની કિંમત કેટલી છે?” જ્યારે એકે કહ્યું કે, “જ્યારે સોશિયલ મીડિયા માર્કેટર લગ્ન કરે છે ત્યારે આવું જ થાય છે.” બીજાએ કહ્યું કે, “કાર્ડની ડિઝાઇન ખૂબ જ અનોખી છે” જ્યારે અન્ય એકે કહ્યું કે, “આ ભારતીય પરંપરાની વિરુદ્ધ છે, કાર્ડ પર ભગવાનનો ફોટો હોય છે.

આ પણ જૂઓ: લગ્ન બાદ પહેલીવાર અલગ અંદાજમાં દેખાઈ નવી દુલ્હન અદિતિ રાવ હૈદરી, જૂઓ વીડિયો

Back to top button