ટ્રેન્ડિંગનેશનલ

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જીવતો થઈ ગયો વ્યક્તિ! રાજસ્થાનની અનોખી ઘટના

  • પોસ્ટમોર્ટમ બાદ વ્યક્તિના મૃતદેહને ચાર કલાક સુધી ડીપ ફ્રીઝમાં રાખવામાં આવ્યો

ઝુંઝુનુ, 22 નવેમ્બર: રાજસ્થાનના ઝુંઝુનુમાં એક આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે. અહીં BDK હોસ્પિટલમાં ડૉકટર દ્વારા પોસ્ટમોર્ટમ બાદ એક વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને તેના મૃતદેહને ચાર કલાક સુધી ડીપ ફ્રીઝમાં પણ રાખવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે અંતિમ સંસ્કાર માટે મૃતદેહ આપવામાં આવ્યો ત્યારે મૃત વ્યક્તિ શ્વાસ લેવા લાગ્યો, જેના પછી હોબાળો મચી ગયો હતો. આ મામલે બેદરકારી દાખવનાર ત્રણ ડૉકટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ઝુંઝુનુના બગ્ગડમાં રોહિતાશ નામનો દિવ્યાંગ અને માનસિક રીતે અસ્થિર વ્યક્તિ  મા સેવા સંસ્થાનમાં રહેતો હતો. ગુરુવારે સવારે બેભાન અવસ્થામાં તેને સારવાર માટે સરકારી BDK હોસ્પિટલની ઈમરજન્સીમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે રોહિતાશને મૃત જાહેર કર્યો હતો. જે બાદ મૃતદેહને BDK હોસ્પિટલના શબઘરમાં ખસેડવામાં આવ્યો હતો.

PM
@PM Report

જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં થયું મૃત્યુ

લગભગ બે કલાક પછી, મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને અંતિમ સંસ્કાર માટે સંસ્થાને સોંપવામાં આવ્યું હતું, પરંતુ અંતિમ સંસ્કાર માટે લઈ જતાં દરમિયાન મૃત રોહિતાશ જીવતો થઈ ગયો હતો. રોહિતાશને તરત જ જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું. હાલ મૃતદેહને હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે.

તહસીલદાર અને SHOએ કરી મામલાની તપાસ

આ આશ્ચર્યજનક ઘટનાની માહિતી મળતાં જ સરકારે તહસીલદાર અને બગડ પોલીસ સ્ટેશનના અધિકારીને તપાસ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. હોસ્પિટલમાં લગાવેલા CCTV કેમેરાને પલટાવી નાખવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર રામવતાર મીણાએ આને ગંભીર બેદરકારી ગણાવી સમગ્ર અહેવાલ આરોગ્ય વિભાગને મોકલી આપ્યો હતો, જ્યાં મોડી રાત્રે સરકારે દોષિત તબીબો સામે કાર્યવાહી કરી હતી.

ત્રણ તબીબોને સસ્પેન્ડ, ખાતાકીય તપાસ શરૂ

જિલ્લા કલેક્ટરના રિપોર્ટ બાદ ત્રણ તબીબો સામે કાર્યવાહી કરવામાં આવી છે. BDK હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. સંદીપ પચાર, ડૉ. યોગેશ જાખર અને ડૉ. નવનીત મીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સંદર્ભે આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવ દ્વારા આદેશ જારી કરવામાં આવ્યા છે. સસ્પેન્શન સમયગાળા દરમિયાન, ડૉ. સંદીપ પચારનું મુખ્યાલય CMHO ઑફિસ જેસલમેર, ડૉ. યોગેશ જાખડનું મુખ્યાલય CMHO ઑફિસ બાડમેર જેવા સરહદી વિસ્તારોમાં સજા તરીકે રહેશે, જ્યારે ડૉ. નવનીત મીલનું મુખ્યાલય CMHO ઑફિસ જાલોરમાં રહેશે. BDK હોસ્પિટલના PMO સહિત ત્રણ ડોક્ટરો સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે.

Back to top button