એક વ્યક્તિએ ‘How to Scam’ નામનું પુસ્તક ખરીદ્યું, ખરીદ્યા બાદ તેની સાથે જ થઈ ગયું સ્કેમ
- આ વીડિયો જોયો પછી તમે પણ હસવાનું રોકી નહીં શકો, છેતરપિંડી કેવી રીતે થાય છે તેની ઉદાહરણ આ વીડિયોમાં જ છે. જૂઓ અહીં
HD ન્યૂઝ ડેસ્ક, 3 માર્ચ: બીજાને મૂર્ખ બનાવીને પૈસા કમાવવાના ધંધા દિવસેને દિવસે બજારોમાં વધી રહ્યા છે. લોકો રોજ નવા નવા કૌભાંડોમાં ફસાઈ રહ્યા છે. જો છેતરપિંડી કરવાની પદ્ધતિ જૂની થઈ જાય, તો છેતરપિંડી કરનારાઓ નવી પદ્ધતિઓ શોધી કાઢે છે. હાલમાં જ એક નવા પ્રકારના કૌભાંડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમે હસવાનું રોકી નહીં શકો.
એક વ્યક્તિ સ્કેમ કેવી રીતે કરવું તે શીખવા નીકળ્યો હતો પરંતુ તેની સાથે જ સ્કેમ થઈ ગયું
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ તેની કાર સાથે ટ્રાફિકમાં ફસાઈ ગયો છે. આ દરમિયાન પુસ્તકો વેચતો એક વિક્રેતા ત્યાંથી પસાર થાય છે. જેના હાથમાં કેટલાક પુસ્તકો વેચવા માટે હતા. કારમાં બેઠેલી વ્યક્તિ પુસ્તક વેચતા વિક્રેતા તરફ જુએ છે. જે પછી તે બુકસેલરને રોકે છે અને તેના પુસ્તકો જોવા લાગે છે. વ્યક્તિની નજર ચોક્કસ પુસ્તક પર પડે છે. જેનું નામ હતું, ‘How to Scam’. આ પુસ્તક જોયા પછી વ્યક્તિની તે લેવાની ઈચ્છા થાય છે અને તે પુસ્તક વેચનારને પુસ્તકની કિંમત પૂછે છે. વિક્રેતા ઈશારા દ્વારા પુસ્તકની કિંમત જણાવે છે અને વ્યક્તિ તે પુસ્તક ખરીદે છે.
પુસ્તક ખરીદ્યા પછી જોવા જેવું થયું
પુસ્તક ખરીદનાર વ્યક્તિ પુસ્તક મેળવ્યા પછી ખુબજ ખુશ હતો, તેથી તે પુસ્તક ખરીદતાની સાથે જ તે તરત જ તેના પૃષ્ઠો ફેરવવાનું શરૂ કરે છે. પરંતુ પુસ્તકનાં પાનાં ફેરવતાં જ તે જુએ છે કે પુસ્તકના દરેક પાના કોરા હોય છે અને પછી તેને સમજાય છે કે તેની સાથે સ્કેમ થઈ ગયું. ત્યાર બાદ તે પુસ્તક વેચનારને શોધવા લાગ્યો. આ ફની વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @superhumour નામના પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે.
અહીં જૂઓ વાયરલ વીડિયો:
View this post on Instagram
આ પણ વાંચો: ટ્રેનના દરવાજે ઉભા રહી સ્ટાઈલ મારવું યુવતીને પડ્યું મોંઘુ, માંડમાંડ બચ્યો જીવ, જુઓ વીડિયો