ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં એમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરતો પેડલર પકડાયો, હવે ખુલશે માફિયાઓના પત્તા

Text To Speech
  • શાહરૂખ ઉર્ફે કાળીયો પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું
  • પોલીસે ચાલક અને પેસેન્જરને નીચે ઉતારીને રિક્ષામાં તપાસ કરી
  • શાહઆલમના શખ્સ પાસેથી ડ્રગ્સનો જથ્થો ખરીદ્યાનો ઘટસ્ફોટ થયો

અમદાવાદમાં એમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરતો પેડલર પકડાયો છે. જેમાં હવે માફિયાઓના પત્તા ખુલશે. સરખેજમાં ચાર લાખના એમડી ડ્રગ્સ સાથે પેડલર ઝડપાયો છે. આરોપી રિક્ષામાં ડ્રગ્સ લઈને બાકરોલ તરફ જતો હતો. જેમાં શાહઆલમના શખ્સ પાસેથી ડ્રગ્સનો જથ્થો ખરીદ્યાનો ઘટસ્ફોટ થયો છે.

આ પણ વાંચો: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાબતે કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ આપ્યુ મોટું નિવેદન

પોલીસે ચાલક અને પેસેન્જરને નીચે ઉતારીને રિક્ષામાં તપાસ કરી

પોલીસે ચાલક અને પેસેન્જરને નીચે ઉતારીને રિક્ષામાં તપાસ કરી હતી, પરંતુ કંઇ મળી આવ્યું ન હતું. બાકરોલ સર્કલ પાસેથી એક રિક્ષામાં બેઠેલા પેસેન્જર પાસેથી 39.500 ગ્રામ એમડી ડ્રગ્સ મળીને કુલ 4.05 લાખનો મુદ્દામાલ ઝોન 7 ડીસીપી સ્ક્વોડે ઝડપી પાડયો હતો. નરીમાનપુરા ગામથી બાકરોલ સર્કલ તરફ એક રિક્ષામાં એમડી ડ્રગ્સનો જથ્થો લઇને શખ્સ આવી રહ્યો હોવાની બાતમી ઝોન 7 ડીસીપીની સ્ક્વોડને મળી હતી. આથી LCB અને સરખેજ પોલીસ બાકરોલ સર્કલ પાસે વોચ ગોઠવીને વાહન ચેકિંગ કરી રહી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં RTE અંતર્ગત પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ સ્કૂલોના પાપે સહાયથી વંચિત 

શાહરૂખ ઉર્ફે કાળીયો પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું

આ દરમિયાન એક રિક્ષામાં ચાલક ઉપરાંત પાછળ એક શખ્સ બેઠેલો હોવાથી પોલીસે રિક્ષા ઊભી રાખી હતી. બાદમાં પોલીસે ચાલક અને પેસેન્જરને નીચે ઉતારીને રિક્ષામાં તપાસ કરી હતી, પરંતુ કંઇ મળી આવ્યું ન હતું. જોકે, પોલીસે બંનેને તપાસતા પેસેન્જર ગુલામદસ્તગીર મોહમંદહુસેન ઘાંચી પાસેથી રૂ.3.95 લાખનો 39.500 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આરોપી ગુલામદસ્તગીરની પૂછપરછમાં સામે આવ્યું કે, શાહઆલમમાં રહેતા શાહરૂખ ઉર્ફે કાળીયો પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

Back to top button