ગુજરાતટોપ ન્યૂઝહેલ્થ

કોરોનામાંથી સાજા થયેલા દર્દીને થઇ રહી છે આ ગંભીર બીમારી

Text To Speech

કોરોનામાંથી સાજા થયેલા દર્દીને ગંભીર બીમારી થઇ રહી છે. જેમાં સાપ ગયા બાદ લિસોટા રહી ગયા જેવી સ્થિતિ પેદા થઇ છે. તેમજ સ્ટીરોઇડના ઓછા ડોઝથી પણ કોરોનાના દર્દીને અસર થઇ રહી છે. 12 સપ્તાહથી વધુ કોરોનાની સારવાર લીધી હોય તેવા દર્દીમાં શક્યતા વધુ જોવા મળી છે. તબીબોના કહેવા મુજબ મુંબઈની હોસ્પિટલમાં કરાયેલા એક અભ્યાસ મુજબ કોરોનાના દર્દીમાં સ્ટીરોઈડના ઓછા (750એમજી)ડોઝથી પણ સાંધાના ગોળા પર અસર થાય છે.

આ પણ વાંચો: ગુજરાતની ગૃહિણીઓ માટે ચૂંટણીના પરિણામ પછી સારા સમાચાર

કોરોનાના દર્દીને 60 દિવસે અસર થઇ

કોરોના સિવાયના દર્દીમાં 2000 એમજી જેટલો સ્ટીરોઈડનો વધારે ડોઝ આપવાથી પણ ઓછી અસર થાય છે. કોરોનાના દર્દીના ગોળા પર 60 દિવસે અસર થાય છે. જ્યારે સામાન્ય દર્દીને 6થી 12 મહિને અસર થાય છે. કોરોના મહામારી શાંત પડતા સૌએ રાહત અનુભવી છે, પરંતુ કોરોના બાદ હવે તેની આડઅસરો જોવા મળી રહી છે અર્થાત સાપ ગયા બાદ લીસોટા રહી ગયા હોય તેવી સ્થિતિ કોરોના પીડિત દર્દીઓમાં જોવા મળી રહી છે.

Corona virus

સ્ટીરોઇડના ઓછા ડોઝથી પણ કોરોનાના દર્દીને અસર

મ્યુકરમાઈકોસિસ અને માનસિક બીમારી જેવી સમસ્યાઓનો સામનો કરનારા કોરોના પીડિત દર્દીઓમાં થાપાના સાંધાના ગોળામાં સડો લાગવાની બીમારી વધી છે. પરિણામ સ્વરૂપ ઘણા કિસ્સામાં દર્દીના થાપાના સાંધાના ગોળા બદવાની જરૂર પડી રહી છે. હાલ, હાડકાના ડોક્ટરો પાસે આવા કેસની સંખ્યા વધી હોવાનું જાણવા મળી રહ્યું છે. ડોક્ટરોના કહેવા મુજબ કોરોના પીડિત દર્દીઓને અપાયેલા સ્ટીરોઈડના ડોઝને લીધે થાપાના સાંધાના ગોળા પર અસર થઈ રહી હોવાનું તારણ છે. સ્ટીરોઈડના લીધે થાપાના ગોળાનો રક્તપ્રવાહ ઓછો થતા ગોળામાં સડો લાગે છે. જેને તબીબી ભાષામાં એવાસ્ક્યૂલર નેક્રોસીસ કહેવાય છે. 12 સપ્તાહથી વધુ સારવાર લીધી હોય તેવા કોરોના પીડિત દર્દીઓમાં થાપાના સાંધાના ગોળામાં સડો લાગવાની શક્યતા વધી જાય છે.

Back to top button