કોલેજીયનોને ટાર્ગેટ કરીને ધર્માંતરણ કરાવતા પાદરીના રેકેટનો પર્દાફાશ
- નોઈડામાં ધર્માંતરણના કેસમાં મહિલા સહિત 6 આરોપીઓની કરાઈ ધરપકડ
- બી.ટેક. કરતી યુવતીના પિતાને શંકા જતા પોલીસને આ મામલે કરી ફરીયાદ
- પોલીસે કેટલાક વીડિયો અને ફરિયાદાના આધાર કેસ નોંધી કાર્યવાહી ચાલુ કરી
ઉત્તર પ્રદેશ, 5 મે: યુપીના નોઈડામાં એક મોટા ધર્માંતરણ રેકેટનો પર્દાફાશ થયો છે. બી.ટેક.માં અભ્યાસ કરતી યુવતીને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે ઉશ્કેરવા બાબતે સ્થાનિક એક્સપ્રેસ વે પોલીસે યુવતીના પિતાની ફરિયાદના આધારે કેસ દાખલ કરીને 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તમામ આરોપીઓ વાય વાય બોન, અભિરૈના, ઋષભ નાયર, રવિ તેજા, ઈશુ અને રુથુની ઓળખ કરીને જેલમાં ધકેલ્યા છે. જેમાંથી 4 મહિલાઓ આંધ્ર પ્રદેશ, કેરલ, કોલકાતા અને તમિલનાડુની છે.
આ કેસમાં વધુ તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવી છે. હાલ પોલીસ તમામ આરોપીઓના મોબાઈલ ફોન ચેક કરી રહી છે. આ લોકો રાજ્યમાં ક્યારથી સક્રિય હતા અને તેઓની સાથે સાથે અન્ય કોણ જોડાયેલા છે તેની તપાસ કરવામાં આવી રહી છે. ACP શૈવ્ય ગોયલે જણાવ્યું કે જીતેન્દ્ર બહાદુર નામના વ્યક્તિએ એક્સપ્રેસ વે પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.
ધર્માંતરણની વિવિધ ફરિયાદોના આધારે પોલીસે કરી કાર્યવાહી
આ ફરિયાદમાં યુવતીના પિતાએ જણાવ્યું કે, તેની પુત્રી બી.ટેકનો અભ્યાસ કરે છે અને જ્યારે પણ તે બસમાંથી ઉતરીને ઘરે આવે છે ત્યારે રસ્તામાં ગુલશન મોલ પડે છે, જ્યાં ઇશુ, રૂથુ અને એક યુવક સહિત ચાર યુવતીઓ તેને મળે છે. આ લોકો છોકરીને બાઇબલના પાઠ શીખવવા માટે પોતાના ઘરે બોલાવતા હતા. આ ગેંગ જે રીતે લોકોને બાઇબલ શીખવવાના બહાને તેમના ઘરે બોલાવે છે, તેનાથી આશંકા થઈ કે તેઓ ધર્માંતરણ રેકેટ ચલાવે છે. આ બાબતમાં, જ્યાં આરોપીઓ રહેતા હતા તે ઘરના મકાન માલિકની પણ ધરપકડ કરાઈ છે કે જે બાઇબલ શીખવવા કોલેજીયનોને નિશાન બનાવતા હતા. ધર્માંતરણની ફરિયાદ કરતા અન્ય એક વ્યકિતએ પણ પોલીસને જણાવ્યું હતું કે આરોપી લોકોને પોતાના ઘરે બોલાવતો હતો જેથી તેમનું ધર્માંતરણ કરી શકે. આ વ્યક્તિએ પણ તેની પુત્રીને પણ આ લોકોએ ધર્માંતરણની જાળમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો જોકે તેણે ના પાડતાં તેના પર સતત ફોન કોલ્સ રણકવા લાગ્યા હતા.
આ ઘટનાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે
આ ઉપરાંત, પોલીસને પણ આ અંગે ફરિયાદ મળી હતી કે ગુલશન મોલ અને વિશ ટાઉન સોસાટીની આસપાસ ધર્માંતરણને લઈને કેટલીક મહિલાઓ અને છોકરીઓ સક્રિય છે જે આવતા-જતા લોકોને રસ્તામાં રોકીને ઈસાઈ ધર્મના પુસ્તકો જબરજસ્તી લેવાનો દબાણ કરતા હતા. જેના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે આથી પોલીસે આ વીડિયો અને મળેલી ફરિયાદના આધારે કાર્યવાહી કરી રહી છે.આ પહેલા પણ, નોઈડામાં આ પ્રકારના ઘણા કેસો પ્રકાશમાં આવ્યા હતા. જેમકે, 2021માં એક મૂક બધઇર સ્કુલના 18 બાળકોનો મામલો, 2023માં પાદરી દ્વારા 15 લોકોને ધર્માંતરણ કરાવવાનો મામલો પણ પ્રકાશમાં આવ્યો હતો.
આ પણ વાંચો: સુરતમાં મૌલવીની ધરપકડ બાદ તપાસ તેજ, ફોનમાંથી હિંદુવાદી નેતાઓના ફોટા મળ્યા