ટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

ચંદ્રયાન-3 રોકેટનો એક ભાગ અમેરિકા નજીક પ્રશાંત મહાસાગરમાં થયો ક્રેશ

  • 5 મહિના બાદ ચંદ્રયાન-3 રોકેટનું ક્રાયોજેનિક અપર સ્ટેજ પૃથ્વી પર પાછું આવ્યું   

ચંદ્રયાન-3ને પૃથ્વીથી 36 હજાર કિલોમીટર દૂર મોકલનાર એક ભાગ 5 મહિના બાદ હવે પાછો પૃથ્વી પર ફર્યો છે. બુધવારે રાત્રે 2.42 વાગ્યાની આસપાસ આ ભાગ અમેરિકા નજીક ઉત્તર પ્રશાંત મહાસાગરમાં બેકાબૂ થઈ ક્રેશ થયો હતો. જેને નિયંત્રિત કરી શકાયું ન હતું. આ LVM-3 M4 રોકેટનું ક્રાયોજેનિક અપર સ્ટેજ હતું.

ચંદ્રયાન-3નો ભાગ પૃથ્વી પર પાછો ફર્યાની વાતને ISROએ આપ્યું સમર્થન

ISROએ સમર્થન આપ્યું છે કે, ક્રાયોજેનિક અપર સ્ટેજ, જેણે ચંદ્રયાન-3ને પૃથ્વીથી 133 કિમી X 35,823 કિમીની ભ્રમણકક્ષામાં મૂક્યો હતો, તે પાછો ફર્યો અને ઉત્તર પેસિફિક મહાસાગરમાં અમેરિકાની નજીક પડ્યો છે. આ ભાગ એ હતો જેણે ચંદ્રયાન-3ને 14 જુલાઈ 2023ના રોજ પૃથ્વીથી 133 કિમી X 35,823 કિમીની ભ્રમણકક્ષામાં મૂક્યો હતો. ત્યારથી તે પૃથ્વીની આસપાસ એક જ ઊંચાઈએ ફરતું હતું. ધીમે ધીમે તે પૃથ્વીની નજીક આવી રહ્યો હતો અને આખરે આ ભાગ 15 નવેમ્બર 2023ના રોજ 2:42 વાગ્યાની આસપાસ અમેરિકાના કિનારે ઉત્તર પેસિફિક મહાસાગરમાં પડ્યો હતો. તે સમયે નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ વિભાગ (NORAD) તેના પર નજર રાખી રહ્યું હતું. ટ્રેકિંગ કર્યા બાદ તેણે ઈસરો સાથે વાત કરી અને અવકાશમાંથી પૃથ્વી પર આવતા આ પદાર્થની ઓળખ કરી હતી. ઈસરોએ પણ અંતે આ વાતને સમર્થન આપ્યું છે.

લગભગ 124 દિવસ બાદ ક્રાયોજેનિક અપર સ્ટેજ પૃથ્વી પર ક્રેશ થયું

ISROએ ઈન્ટર-એજન્સી સ્પેસ ડેબ્રિસ કોઓર્ડિનેશન કમિટી (IADC)ને જણાવ્યું હતું કે, તે નિશ્ચિત છે કે કોઈપણ પદાર્થને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાંથી પાછા ફરવામાં લગભગ 124 દિવસ લાગે છે. LVM-3 M4 રોકેટનો આ ભાગ પણ લગભગ એટલા જ દિવસોમાં પૃથ્વી પર પાછો ફર્યો છે. ઈસરોએ કહ્યું કે, “પૃથ્વી પર પાછા ફરતી વખતે, આ ભાગ એટલે કે ક્રાયોજેનિક અપર સ્ટેજને અવકાશમાં નિષ્ક્રિય કરવામાં આવ્યું હતું. જેથી કોઈને નુકસાન ન થાય. જેનો અર્થ એ છે કે બળતણ(ઈંધણ) દૂર કરવામાં આવ્યું હતું.

યુનાઈટેડ નેશન્સ અને IADCનો નિયમ છે કે, “જો રોકેટનો કોઈ ભાગ અવકાશમાં ફરતો હોય તો પ્રક્ષેપણ પછી તરત જ તેમાંથી બાકીનું તમામ ઈંધણ કાઢી નાખવામાં આવે. જેથી કરીને જો તે પૃથ્વી પર પરત આવે તો તેની ટક્કરથી કોઈ દુર્ઘટના ન સર્જાય. તે આધાર ઉપર ચંદ્રયાન-3 મૂકવામાં આવ્યું હતું.

ક્રાયોજેનિક અપર સ્ટેજ શું છે ?

ક્રાયોજેનિક અપર સ્ટેજનો વ્યાસ 13 ફૂટ અને લંબાઈ 44 ફૂટ હતી. જેની અંદર 28 મેટ્રિક ટન ઇંધણ ભરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે વૈજ્ઞાનિકો તેને C25 કહે છે. ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ સમયે આ ભાગને વધુ ઈકો-ફ્રેન્ડલી બનાવવામાં આવ્યો હતો. જેથી પ્રદુષણ ઘટે. તેની સામગ્રીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. જેથી તે વજનમાં હલકું થઈ શકે.

આ પણ જુઓ :ISRO આ વર્ષે અવકાશમાં મોટાં પગલાં ભરવાની તૈયારીમાં, સ્પેસ મિશન પર મોટું અપડેટ

Back to top button