ટ્રેન્ડિંગનેશનલ

ગંગા નદી પર બની રહેલા પુલનો એક ભાગ તૂટી પડ્યો, અખિલેશ યાદવે ભાજપ પર સાધ્યું નિશાન

Text To Speech

બુલંદશહેર, 30 માર્ચ: ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં એક મોટી દુર્ઘટના ટળી હતી. અહીં ગંગા નદી પર બની રહેલા પુલનો એક ભાગ શુક્રવારે તૂટી પડ્યો હતો. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થયા બાદ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે નિર્માણ કાર્ય પર સવાલો ઉઠાવ્યા છે.

નિર્માણાધીન પુલનો એક ભાગ તૂટી પડ્યો, અહીં જૂઓ વીડિયો:

 

પુલના બાંધકામમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થતો હોવાના લાગ્યા હતા આક્ષેપ

બુલંદશહર અને અમરોહાને જોડવા માટે વર્ષ 2021 માં મદૈયા માલી અને બિરમપુર વચ્ચે ગંગા નદી પર 1062.65 મીટર લંબાઈના પુલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ પુલ 8318.90 લાખના ખર્ચે બની રહ્યો છે. બ્રિજના નિર્માણમાં શરૂઆતથી જ હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે. લોકો દ્વારા વારંવારની ફરિયાદો બાદ પણ અધિકારીઓએ ગંભીરતા દાખવી ન હતી.

અખિલેશે યાદવે ભાજપ પર સાધ્યું નિશાન

બ્રિજ ધરાશાયી થતા સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે સરકારને ઘેરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો શેર કરતી વખતે તેમણે લખ્યું છે કે, ‘જનતા પૂછી રહી છે કે બુંદેલખંડમાં ગંગા પર બની રહેલો પુલ જે કોન્ટ્રાક્ટર દ્વારા તેના નિર્માણ દરમિયાન તૂટી પડ્યો તેના કોન્ટ્રાક્ટના બદલામાં ભાજપે લીધેલું ‘ચૂંટણીનું દાન’ કેટલું હતું? વધુમાં તેમણે લખ્યું છે કે કામની ગુણવત્તા સાથે રમત કરીને ભાજપ લોકોના જીવ સાથે રમત રમી રહ્યું છે.

 

આ પણ વાંચો: વાયનાડથી ભાજપના ઉમેદવાર કે. સુરેન્દ્રન સામે 242 કેસ દાખલ, રાહુલ ગાંધી સામે લડશે ચૂંટણી

Back to top button