ગુજરાતટ્રેન્ડિંગ

ભાવનગરમાં ભારે વરસાદ થતાં 156 વર્ષ જૂના જશોનાથ મહાદેવ મંદિરનો એક ભાગ થયો ધરાશાયી

Text To Speech
  • ભાવનગરમાં આવેલું 156 વર્ષ જૂનું જશોનાથ મહાદેવના મંદિરનો ભાગ ધરાશાઈ.
  • આ મંદિર ભાવનગરના સ્ટેટ મહારાજા જશવંતસિંહ ગોહિલે બંધાવ્યું હતું.

રાજ્યમાં હાલ વરસાદનો બીજો રાઉન્ટ ચાલુ થતાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદની વચ્ચે ભાવનગર શહેરમાં આવેલા 156 વર્ષ જૂના જશોનાથ મહાદેવના મંદિરનો ભાગ ભારે વરસાદના કારણે ધરાશાયી થયો છે. પ્રાચીન જશોનાથ મહાદેવનું મંદિર ભાવનગરના સ્ટેટ મહારાજા જશવંતસિંહ ગોહિલે બંધાવ્યું હતું. મંદિરનો ભાગ આ ફરી વખત ધરાશાયી થયો છે.

ભાવનગરમાં ભારે વરસાદ થતાં 156 વર્ષ જૂના જશોનાથ મહાદેવ મંદિરનો એક ભાગ થયો ધરાશાયી

અનેક વખત રજૂઆત કરવા છતાં નથી થયું રિપેરીંગ

જશોનાથ મહાદેવનું મંદિર રિપેરીંગ કરાવવા માટે 10 વર્ષથી સિટી મામલતદારને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી મંદિરનું રિપેરીંગ કરાવવામાં આવ્યું નથી. 48 કલાકમાં કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો મંદિરના સેવાભાવી ભક્તો ગાંધી ચિધ્યા માર્ગે આગળ વધવાની ચિમકી આપી છે.

આ પણ વાંચો: ગુજરાત ATSને મળી મોટી સફળતા, કચ્છમાંથી દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલનારની ધરપકડ

અંબાલાલ પટેલેનું વરસાદને લઈને અનુમાન:

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 12 જુલાઈ સુધીમાં ભારે વરસાદનો અનુમાન છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 10થી 15 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે. નવા નીરથી નદીઓ તોફાની બનશે..દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન અંબાલાલે વ્યક્ત કર્યું છે.

હવામાન વિભાગની ભારે આગાહી:

આજથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે જામનગર, દ્વારકા અને પોરબંદરમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. તો પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો: વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડતા 4 શ્રમિકો દટાયા, 1 મોતને ભેટ્યો

Back to top button