અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતયુટિલીટીવિશેષ

ભારતમાં દલિત વિમર્શ વિશે NIMCJમાં ચર્ચાસત્રનું આયોજન

Text To Speech
  • મેકર્સ ઓફ મોડર્ન દલિત હિસ્ટરી – પુસ્તકના લેખકો સાથે પત્રકારો, લેખકો અને પ્રબુદ્ધ નાગરિકોનો સંવાદ
  • પત્રકારત્વની અગ્રણી સંસ્થા NIMCJ ખાતે આયોજન

અમદાવાદ, 24, ડિસેમ્બરઃભારતમાં દલિત વિમર્શ” વિષય પર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) અને સંસ્કૃતિ મંથન ચેરીટેબલ ટ્રસ્ટ (ભરતમંથન)ના સંયુક્ત ઉપક્રમે આગામી સોમવારે, ૨૫ ડિસેમ્બરના રોજ એક ચર્ચાસત્રનું આયોજન કરવામાં આવ્યું છે.

પુસ્તક - HDNews

જાણીતા દલિત લેખકો ડૉ. ગુરુ પ્રકાશ પાસવાન અને સુદર્શન રામભદ્રન આ ચર્ચાસત્રમાં જોડાશે.

આવતીકાલે સોમવારે એનઆઇએમસીજે કેમ્પસ ખાતે સવારે ૧૧.૦૦ વાગ્યે આ ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. “મેકર્સ ઓફ મોડર્ન દલિત હિસ્ટરી” પુસ્તકના બન્ને લેખકો ડૉ. ગુરુ પ્રકાશ પાસવાન (ઑફ લાઈન) અને શ્રી સુદર્શન રામભદ્રન (ઑનલાઇન) જોડાશે. આ કાર્યક્રમમાં બુદ્ધિજીવીઓ, વિદ્યાર્થીઓ ભાગ લેશે તેમ સંસ્થાના નિયામક ડૉ. શિરીષ કાશીકરની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચોઃ પી.પી. સવાણી દ્વારા પિતા વિહોણી ૭૫ દીકરીઓના ૨૪ ડિસેમ્બરે સમૂહલગ્ન

Back to top button