ગુજરાતટોપ ન્યૂઝ

ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો પાકિસ્તાની, BSF જવાનોએ આ રીતે પકડ્યો

Text To Speech

બોર્ડર સિક્યોરિટી ફોર્સે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સરહદેથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા એક પાકિસ્તાની નાગરિકને પકડી પાડ્યો છે. BSFએ બુધવારે આ જાણકારી આપી છે. BSF દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, સુરક્ષા દળોએ મંગળવારે એક વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતા જોયો હતો. સુરક્ષા દળોની નજર હેઠળ આવેલો આ વ્યક્તિ બનાસકાંઠા જિલ્લાની સરહદી ચોકી (BOP) નાડેશ્વરી પાસેના ગેટ પરથી નીચે ઉતર્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી.BSF - Humdekhengenews BSF ગુજરાત ફ્રન્ટિયર દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, વ્યક્તિની ઓળખ પાકિસ્તાનના નગરપારકરના રહેવાસી દયારામ તરીકે થઈ છે. તે વાડની ભારતીય બાજુમાં પ્રવેશવા માટે, વાડના દરવાજા પર ચડતો જોવા મળ્યો હતો. રિલીઝ મુજબ, બનાસકાંઠા જિલ્લાના બીઓપી નડેશ્વરી પાસેના ગેટ પરથી નીચે ઉતરતાની સાથે જ તેને પકડી લેવામાં આવ્યો હતો. બીજી બાજુ, ગયા મહિને 10 માર્ચે, BSFએ પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર એક પાકિસ્તાની વ્યક્તિની ધરપકડ કરી હતી. હતી. આ વ્યક્તિ ફિરોઝપુર મારફતે ભારતીય સરહદમાં પ્રવેશ્યો હતો. BSF ટીમના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિ પાસેથી અંગત સામાન સિવાય કશું જ વાંધાજનક મળ્યું નથી, ત્યારબાદ તેને માનવતાના ધોરણે પાકિસ્તાન રેન્જર્સને સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Dahej : સેપ્ટિક ટાંકીની સફાઈ કરતી વખતે 3 સફાઈ કામદારોના મોત

બીએસએફની ટીમે બીઓપી મંદિર પાસે એક પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ કરી હતી. આ વ્યક્તિની ઓળખ ગુલ રહેમાન વંશ અહમર ખાન તરીકે થઈ છે, જે મલંગકલા ગામ પાકિસ્તાનના રહેવાસી છે. જવાનોને આરોપી પાસેથી એક ઓળખ પત્ર, 10 રૂપિયાનું પાક ચલણ, બે મહિલાઓના ફોટા, એક સિમ કાર્ડ, ત્રણ પેન, અને જર્દાનું પેકેટ મળ્યું હતું.

Back to top button