ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

વાઘની સવારી કરવાની ભૂલ કરી બેઠો પાકિસ્તાની વ્યક્તિ! જૂઓ આ દંગ કરનારો વીડિયો

  • માનવીય વર્તન અને પ્રાણીઓ પ્રત્યેની સલામતી પર પણ પ્રશ્નો ઉભા થયા

HD ન્યૂઝ ડેસ્ક, 7 ઓકટોબર: સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં એક આશ્ચર્યજનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પાકિસ્તાની વ્યક્તિ સાંકળથી બાંધેલા વાઘ પર સવારી કરતો જોવા મળી રહ્યો છે. આ દંગ કરનારા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ કોઈ પણ જાતના ડર વિના વાઘની પીઠ પર ખુશીથી બેસી જાય છે, વાઘને સાંકળથી બાંધવામાં આવ્યો છે અને સિંહ-સિંહણ પણ પાંજરામાં કેદ જોવા મળે છે. આ નજારાએ માત્ર લોકોને જ આંચકો આપ્યો નથી, પરંતુ માનવીય વર્તન અને પ્રાણીઓ પ્રત્યેની સલામતી પર પણ સવાલો ઉભા કર્યા છે.

જૂઓ વીડિયો

 

 

View this post on Instagram

 

A post shared by Nouman Hassan (@nouman.hassan1)

સાંકળથી બાંધેલા વાઘ પર સવારી

વાઘ (જે એક જંગલી અને ખતરનાક પ્રાણી છે)ને આ રીતે બતાવવું એ માત્ર અયોગ્ય નથી, પરંતુ તે પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા પણ દર્શાવે છે. આ વીડિયો વાયરલ થયા બાદ ઘણા યુઝર્સે તેને જોઈને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે કેટલાક તેને “ખતરનાક” અને “અમાનવીય” ગણાવે છે, જ્યારે અન્ય લોકોએ આવા કૃત્યો સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા લોકોએ આ ઘટનાની નિંદા કરી અને વાઘ તેમજ અન્ય જંગલી પ્રાણીઓના સંરક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો.

વીડિયોને લઈને લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો

પાકિસ્તાનમાં વિદેશી પ્રાણીઓ અને ખાસ કરીને વાઘને પાળતુ પ્રાણી તરીકે રાખવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. ખાસ કરીને ધનિક વર્ગમાં આ પ્રમાણ વધી રહ્યું છે. જો કે, આ વલણ ઘણી ગંભીર સમસ્યાઓને પણ જન્મ આપી રહ્યું છે. આ ઘટનાએ ફરી એક વખત પ્રશ્ન ઉભો કર્યો છે કે, શું આપણે પ્રાણીઓ પ્રત્યે આપણું વર્તન બદલવાની જરૂર છે. કુદરતી વાતાવરણમાં પોતાનું સ્થાન ધરાવતા વાઘ જેવા પ્રાણીઓને આ રીતે દર્શાવવા માત્ર તેમના માટે નુકસાનકારક નથી, પરંતુ તે સમાજમાં ખોટો સંદેશ પણ જાય છે.

લોકોએ આપી પ્રતિક્રિયા

આ આશ્ચર્યજનક વિડિયો nouman.hassan1 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 2 હજારથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. એક દિવસ પહેલા શેર કરવામાં આવેલા આ વીડિયોને જોનાર યુઝરે લખ્યું કે, “પ્રાણીને નુકસાન ન પહોંચાડો. તે તમારા મનોરંજન માટે નથી.” અન્ય એક યુઝરે લખ્યું કે, “આ પ્રાણીઓ સાથે ક્રૂરતા છે અને આ ભવ્ય પ્રાણીઓને રાખવાની જગ્યા નથી.

આ પણ જૂઓ: કરામત દેખાડતા દેખાડતા બેકાબૂ થયું રીંછ, કલાકાર પર હુમલો કર્યો; વીડિયો વાયરલ

Back to top button