અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ: સર્કલ ઓફ આર્ટ અને કરણ ફાઉન્ડેશન આયોજીત પોટ (કુંડા) પર પેઇન્ટિંગ કોમ્પિટિશન યોજાઈ

Text To Speech

અમદાવાદ 14 ઓગસ્ટ 2024 : અમદાવાદની જાણીતી કલા સંસ્થા કરણ ફાઉન્ડેશન દ્વારા સી.જી.રોડ ખાતે માનસિક રીતે અવિકસિત બાળકો તથા અન્ય કલાકારો માટે પોટ( કુંડા) પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સુંદર પોટ પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન

સર્કલ ઓફ આર્ટનાં સભ્ય રાજેશભાઈ બારૈયાએ હમ દેખેંગે ન્યુઝની ટીમ સાથે વાત જ કરતા જણાવ્યું હતું કે સર્કલ ઓફ આર્ટ અને કરણ ફાઉન્ડેશન દ્વાર માનસિક રીતે અવિકસિત બાળકોનાં શારીરિક અને માનસિક વિકાસ માટે અવારનવાર કલાને લગતા અલગ અલગ પ્રકારના કલાનાં વર્કશોપ તથા કોમ્પિટિશન કરાવતી રહે છે તેવી જ રીતે આવા બાળકો તથા અન્ય કલાકારો માટે એક સુંદર પોટ (કુંડા) પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું.

ઇવેન્ટને અદભૂત પ્રતિસાદ મળ્યો

રાજેશ બારૈયા ઉમેર્યું હતું કે આ કોમ્પિટિશનમાં દરેક કલાકારોને સર્ટિફિકેટ તથા દરેક ગ્રુપનાં વિજેતા કલાકારોને ઇનામ, સર્ટીફિકેટ, તુલસી છોડ અને હળવો નાસ્તો પણ આપવામાં આવ્યો હતો. સર્કલ ઓફ આર્ટનાં અજયભાઈ ચૌહાણ, પ્રિતી કનેરિયા, શ્રુતિબેન, ભાવનાબેન, જયેશભાઈ, રાખીબેન વર્મા (founder-karan foundation) અને judging આર્ટિસ્ટ હિરલ શાહનાં સહયોગથી આ ઇવેન્ટને અદભૂત પ્રતિસાદ મળ્યો હતો અને નાના-મોટા બાળકોએ સુંદર આર્ટ વર્કથી વાતાવરણને ખુશનુમાં બનાવી દીધો હતો.

આ પણ વાંચો : ગુજરાત: રક્ષાબંધનના પર્વને લઈને GSRTCનુ આગવું આયોજન

Back to top button