આજે વિધાનસભાનું એક દિવસીય સત્ર મળશે, અધ્યક્ષ-ઉપાધ્યક્ષની વરણી, સુધારા બિલ પણ રજૂ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જ્વલંત વિજય હાંસલ કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલની સતત બીજી ટર્મની શરૂઆત થઇ ચૂકી છે. ભારતી જનતા પાર્ટીની ગતરોજને ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના નવા ચૂંટાયેલા તમામ ધારાસભ્યો શપથ ગ્રહણ કર્યા હતા. જે પહેલા પ્રોટેમ સ્પિકર તરીકે યોગેશ પટેલ પણ શપથગ્રહણ કર્યા હતા. ત્યારે આજે 15મી વિધાનસભાનું એક દિવસીય સત્ર મળશે. આ સત્રમાં વિધાનસભાના નવા અધ્યક્ષની વરણી કરવામાં આવશે.
રાજ્યપાલનો આભાર સંબોધન
મળતી માહિતી મુજબ આજે મળવા જઈ રહેલ વિધાનસભાના પ્રથમ સત્રમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરશે,અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી, રમણ વોરા, ગણપત વસાવાના નામ ચર્ચામાં છે. તેમજ તે બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આભાર સંબોધન માટે આભાર પ્રસ્તાવની રજૂઆત કરાશે. આ સાથે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણી પૂર્વે જે વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો તેને કાયદાનું સ્વરૂપ આપવા વિધાનસભા ગૃહમાં ઇમ્પેક્ટ હુકમના સુધારા વિધેયકને રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાના 182 ધારાસભ્યો આજે શપથગ્રહણ કરશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
સત્રમાં પહેલા આધ્યક્ષ ઉપાધ્યક્ષની વરણી
ગતરોજ મળેલી બેઠકમાં પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલે શપથ લીધા છે. જે બાદ આજે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માટે ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદ્દ માટે શંકર ચૈાધરી જ્યારે ઉપાધ્યક્ષ માટે જેઠાભાઈ ભરવાડના નામો સૌથી આગળ છે. ત્યારે તે બન્નેએ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માટે ફોર્મ પણ ભરી દીધુ છે. શંકર ચૌધરી બનાસ ડેરીના ચેરમેન તેમજ રાજ્યકક્ષાના પ્રધાન અને ભાજપના મહામંત્રી પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય સહકારી બેંકના વાઈસ ચેરમેન છે. બીજીતરફ પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠકથી સતત પાંચ-છ ટર્મથી જીતતા જેઠા ભરવાડ પંચમહાલ ડેરીના અને પંચમહાલ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. ત્યારે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વરણી થશે.
સુધારા વિધેયક બિલ રજૂ કરાશે
વિધાનસભા ગૃહમાં વિધેયક રજૂ કરવામાં આવશે. આ બિલ એ સુધારા વિધેયક છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં આજે પ્રથમ બેઠકમાં વિધાનસભા અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ચૂંટણી થશે. તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભામાં સંબોધન કરશે. જેમાં વિધાનસભામાં ઈમ્પેક્ટ ફીનું બીલ રજૂ કરવામાં આવશે.