- તા. 7મી મેના રવિવારના રોજ તલાટી પરીક્ષા યોજાશે
- પરીક્ષા બપોરે 12-30 કલાકથી બપોરના 1-30 કલાક સુધી યોજાશે
- ટ્રેનિંગમાં ગેરહાજર 60 કર્મચારીને નોટિસ આપવામાં આવી
તલાટીની પરીક્ષાને લગતી ટ્રેનિંગમાં ગેરહાજર 60 કર્મચારીને નોટિસ આપવામાં આવી છે. જેમાં રવિવારે શહેર-જિલ્લાના 227 કેન્દ્રમાં 75210 ઉમેદવારો પરીક્ષા આપશે. તથા કેટલાક રજા પર હતા તો કેટલાક પાસે બમણો ચાર્જ હોવાથી ટ્રેનિંગમાં ન આવ્યા તેથી ટ્રેનિંગમાં હાજર નહીં રહેનાર 60 કર્મચારીઓને નોટિસ ફટકારાઈ છે.
આ પણ વાંચો: ગુજરાત: રૂા.1100 કરોડના GST કૌભાંડનો પર્દાફાશ થશે
તા. 7મી મેના રવિવારના રોજ તલાટી પરીક્ષા યોજાશે
આગામી તા. 7મી મેના રવિવારના રોજ વડોદરા શહેર અને જિલ્લાના 227 પરીક્ષા કેન્દ્રો ખાતે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાવાની છે અને તેમાં 75210 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે ત્યારે પરીક્ષાના આટલા મોટા આયોજનને પાર પાડી શકાય તે માટે સ્ટાફની ટ્રેનિંગ યોજાઈ રહી છે. ટ્રેનિંગમાં હાજર નહીં રહેનાર 60 કર્મચારીઓને નોટિસ ફટકારાઈ છે.
પરીક્ષા બપોરે 12-30 કલાકથી બપોરના 1-30 કલાક સુધી યોજાશે
તલાટી કમ મંત્રી સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા આગામી તા. 7મી મેના રોજ બપોરે 12-30 કલાકથી બપોરના 1-30 કલાક સુધી યોજાવાની છે. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, જિલ્લા પોલીસ સહિતના જિલ્લા વહિવટી તંત્રનો મોટાભાગનો સ્ટાફ આ પરીક્ષાની કામગીરીમાં જોડાવાનો છે. સૂત્રોએ કહ્યુ હતુ કે, બ્લોક સુપરવાઈઝર, સીસીટીવી ઓબ્ઝર્વર, કેન્દ્ર સંચાલક, ઈન્વિઝીલેટર, સ્ક્વોર્ડ, બોર્ડ પ્રતિનિધિઓ, કોઓર્ડિનેટર્સ સહિતની જવાબદારી માટે 7000 અધિકારીઓ અને કર્મચારીઓને જવાબદારી સોંપાઈ છે.
ટ્રેનિંગમાં ગેરહાજર 60 કર્મચારીને નોટિસ આપવામાં આવી
ગત સોમવારે ટ્રેનિંગમાં 60 જેટલા સરકારી કર્મચારીઓ ગેરહાજર રહ્યા હતા. જોકે, કેટલાક મોડા મોડા પણ આવ્યા હતા. ટ્રેનિંગ બન્ક કરનાર તે સરકારી કર્મચારીઓને જિલ્લા કલેક્ટર કચેરીના તંત્ર દ્વારા નોટિસ અપાઈ હતી. જ્યારે કલેક્ટર કચેરીના એક ઉચ્ચ અધિકારીએ એવુ પણ કહ્યુ હતુ કે, કેટલાક કર્મચારીઓ રજા પર હતા જેથી ટ્રેનિંગમાં આવી શક્યા ન હતા તેમજ કેટલાકે હક્ક રજા મૂકેલી હતી જ્યારે કેટલાક કર્મચારીઓ ડબલ ડયુટી કરતા હતા જેથી ટ્રેનિંગમાં આવી શક્યા ન હતા. જોકે, જિલ્લા પંચાયતના એક અધિકારીએ કહ્યુ હતુ કે, નોટિસો તૈયાર કરી હતી પરંતુ તે બજાવી નથી.