ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

ઈન્દિરા ગાંધીના મૃત્યુ બાદ તેમના રૂમમાંથી એક ચિઠ્ઠી મળી હતી: પ્રિયંકા ગાંધીએ જણાવ્યું તેમાં શું લખ્યું હતું

હમીરપુર, 28 મે: લોકસભા ચૂંટણી 2024ને લઈને દેશભરમાં સતત ચૂંટણી રેલીઓ યોજાઈ રહી છે. તમામ પક્ષો પોતપોતાના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. હવે સાત તબક્કા હેઠળ યોજાનારી ચૂંટણીના અંતિમ તબક્કો બાકી છે. આવી સ્થિતિમાં તમામ પક્ષોની નજર આ છેલ્લા તબક્કાની ચૂંટણી પર ટકેલી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ચૂંટણી રેલીને સંબોધવા હિમાચલ પ્રદેશના હમીરપુર પહોંચ્યા હતા. અહીં તેમણે હમીરપુર લોકસભા મતવિસ્તારના ગાગ્રેટમાં ચૂંટણી જનસભા કરી હતી. પ્રિયંકા ગાંધીએ તેમની જાહેર સભા દરમિયાન ઈન્દિરા ગાંધીનો ઉલ્લેખ કર્યો હતો. ઈન્દિરા ગાંધીના શાસનનો ઉલ્લેખ કરીને તેમણે સરકાર પર પણ નિશાન સાધ્યું હતું.

પ્રિયંકા ગાંધીએ ઈન્દિરા ગાંધીની ચિઠ્ઠીનો કર્યો ઉલ્લેખ

ઈન્દિરા ગાંધીનો ઉલ્લેખ કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ‘જ્યારે ઈન્દિરા ગાંધીજી વડાપ્રધાન હતા, ત્યારે તેઓ તેમના સંસદીય ક્ષેત્રમાં ગામડે ગામડે પગપાળા જતા અને લોકોની ફરિયાદો સાંભળતાં હતા. ઈન્દિરા ગાંધીને ઠપકા પણ મળતા અને તે ઠપકા સાંભળતા અને કહેતા કે સારું છે, અહીંના લોકો જાગૃત તો છે અને રાત-દિવસ કામ કરે છે. પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું કે ‘જ્યારે તે શહીદ થયા ત્યારે મારા પિતાને તેમના રૂમમાંથી એક ચિઠ્ઠી મળી હતી. તેના પર લખેલું હતું કે, ‘જો મને કંઈ થાય તો મારા અંતિમ સંસ્કાર પછી મારી અડધી રાખ અલ્હાબાદના સંગમમાં અને અડધી હિમાલયના પહાડોમાં નાખજો. કારણ કે હું હિમાલયના બરફમાં ઓગળવા માંગું છું.’

 

સરકાર પર સાધ્યું નિશાન

સરકાર પર વધુ આક્ષેપ કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું, ‘એક વિચારધારા હતી કે આ દેશ મારો છે, આ મારા દેશની ધરતી છે, મને આ દેશની ધરતીમાં ઓગાળી દો અને બીજી બાજુ એ વિચારધારા છે કે દેશના લોકોની સરકાર છે, દેશના લોકો જ એક સરકારને ચૂંટે છે અને તમે દરેક ધારાસભ્યોને કરોડોમાં ખરીદીને જનતાની ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છો.’

આ પણ વાંચો: ઈન્ડી ગઠબંધની 1 જૂને બેઠક બોલાવવા પાછળ ખડગે અને કોંગ્રેસની રણનીતિ શું છે?

Back to top button