ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદના નરોડામાં કચરાના ડબ્બામાંથી નવજાત શિશુ મળી આવતા ચકચાર

Text To Speech
  • રાત્રીના સમયે કોઈ આ બાળકને કચરાના ડબ્બામાં મૂકી ગયું
  • પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી
  • બાળકને તરછોડયું છે તેની સામે પગલા ભરવા કાર્યવાહી હાથધરી

અમદાવાદના નરોડામાં કચરાના ડબ્બામાંથી નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી છે. જેમાં નરોડા બસ સ્ટેન્ડના કચરાના ડબ્બામાંથી નવજાત શિશુ મળવાની ઘટના બની છે. બાળક રડી રહ્યું હતુ, ત્યારે કોઈનું ધ્યાન કચરાના ડબ્બામાં ગયું અને શિશુને લઈ પોલીસનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત: અંબાજી ગબ્બર પર છેલ્લા 22 દિવસથી આંટા મારતું રીંછ પકડાયું 

પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી

આસપાસના સ્થાનિકોએ ભેગા મળીને બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડયું હતુ અને તાત્કાલિક ઓકસિજન આપતા બાળક બચી ગયું હતુ. રાત્રીના સમયે કોઈ આ બાળકને કચરાના ડબ્બામાં મૂકી ગયું હોવાની પોલીસને શંકા સેવાઈ રહી છે તો પોલીસે આસપાસના સીસીટીવી ચેક કર્યા છે. પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયું હતુ. કઈ માતાએ આ કારસ્તાન કર્યુ તેને લઈ તપાસ હાથધરવામાં આવી છે.

બાળકને તરછોડયું છે તેની સામે પગલા ભરવા કાર્યવાહી હાથધરી

બાળક કચરામાં રડી રહ્યું હતુ, આ વાતની ખબર એક સ્થાનિકને થઈ તો ઘટના સ્થળેથી બાળકને બહાર કાઢયું હતુ અને તાત્કાલિક એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો અને બાળકનો જીવ બચાવ્યો હતો. બાળકને અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે. બાળકનો શ્વાસ ચાલુ હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પોલીસે અજાણ્યા વ્યકિત વિરુદ્ધ ગુનો પણ નોંધ્યો છે અને જેણે આ બાળકને તરછોડયું છે તેની સામે પગલા ભરવા કાર્યવાહી હાથધરી છે.

Back to top button