ગાંધીનગરમાં 100 કરોડના ખર્ચે બનશે નવું સચિવાલય, જાણો શું છે આયોજન


ગાંધીનગર ખાતે આવેલા જૂના સચિવાલયને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ જૂના સચિવાલય ભવનની જગ્યાએ નવું ભવન બનાવવાનું આયોજન કરવામા આવ્યું છે. ડો. જીવરાજ મહેતા ભવનમાં આવેલા બિલ્ડીંગોની હાલત જર્જરિત થઈ ગઈ છે. જેના કારણે જૂના સચિવાલય ભવનની જગ્યાએ નવું ભવન બનાવવાની તૈયારીઓ કરવામા આવી રહી છે.
જૂના સચિવાલયનું રિ-ડેવલપમેન્ટ કરવામાં આવશે
મળતી માહિતી મુજબ ગાંધીનગર ખાતે ડો. જીવરાજ મહેતા ભવનમાં આવેલા બિલ્ડીંગોની હાલત જર્જરિત થઈ ગઈ છે . જેથી હવે જૂના સચિવાલયનું રિ-ડેવલપમેન્ટ કરવામાં આવશે. જૂના સચિવાલયમાં ક્રમશ 8 બ્લોક તૈયાર કરવામાં આવશે. આ સંકુલમાં કચેરીઓ ખૂબ જૂની અને જર્જરિત થઈ ગઈ છે. જેના કારણે જૂના સચિવાલયના રી-ડેવલપમેન્ટનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ પ્રોજેક્ટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.
પહેલા તબક્કામાં 100 કરોડના ખર્ચે 2 બ્લોક તૈયાર કરાશે
નવું ભવન બનાવવા માટેનો નિર્ણય લેવામા આવ્યો છે. જે મુજબ જૂના સચિવાલયમાં ક્રમશ 8 બ્લોક તૈયાર કરવામાં આવશે. પહેલા તબક્કામાં 100 કરોડના ખર્ચે 2 બ્લોક તૈયાર કરાશે.જેમાં લિફ્ટ સહિત અદ્યતન સુવિધાઓ ઉભી કરાશે. આ માટે ટેન્ડરિંગની પ્રક્રિયા પણ જલ્દી શરૂ કરાશે.
જૂના બિલ્ડીંગ યથાવત રાખી નવું સ્ટ્રક્ચર તૈયાર કરાશે
જૂના સચિવાલયમાં કાર્યરત કચેરીઓની કામગીરીને વિક્ષેપ ન પડે તે માટે જૂના બિલ્ડીંગ યથાવત રાખી નવું સ્ટ્રક્ચર તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જૂનું બિલ્ડિંગ જેમ છે તેમ રાખીને નવું સ્ટ્રક્ચર બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. નવું બિલ્ડિંગ તૈયાર થશે પછી જ જૂના બિલ્ડિંગને તોડી પાડવાની કામગીરી કરાશે.
આ પણ વાંચો : નડિયાદ : ગરનાળામાં કોલેજ બસ ફસાઈ, વિદ્યાર્થીઓને બારીમાંથી રેસ્ક્યુ કરી બહાર કઢાયા