સુરતમાં નકલી પાનકાર્ડ તથા માર્કશીટ બાદ નવું કૌભાંડ સામે આવ્યું
- સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દરોડો પાડવામાં આવ્યો
- પ્લાસ્ટિકના કવર સહિત કુલ 1.55 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
- શહેરના સોલાર કમ્પ્યુટર નામના કલાસીસમાં આ ધંધો થતો
સુરતમાં બોગસ લર્નિંગ લાઈસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. જેમાં ડુપ્લીકેટ RC બુક પણ છાપી આપતા હતા. ત્યારે સોલાર કમ્પ્યુટર નામના કલાસીસમાં ખેલ ચાલતો હતો. તેમાં 100થી વધુ બોગસ લાઇસન્સ બનાવાયા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં મિલકત સંબંધિત છેતરપિંડી રોકવા સરકાર લાવી શકે છે આ નિયમ
પ્લાસ્ટિકના કવર સહિત કુલ 1.55 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરતમાં હવે બોગસ ડ્રાઈવિંગ લાઇસન્સ-પાનકાર્ડ અને માર્કશીટ બનાવવાના કૌભાંડ બાદ હવે નવું જ રેકેટ સામે આવ્યું છે. જેમાં પાંડેસરા વિસ્તારમાંથી બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ-માર્કશીટ બનાવવાના એક રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે એસઓજીએ 4 આરોપીની ધરપકડ કરી છે. સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમરે શહેરના અલગ અલગ વિસ્તારમાં બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ, આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ, જન્મના દાખલા સહિતના પુરાવા બનાવી આપતા ઈસમોને શોધવા ઓપરેશન ગ્રુપને આદેશ આપ્યો હતો. આ મામલે પોલીસે આરોપીઓ પાસેથી કલર પ્રિન્ટર, સીપીયુ, પીવીસી કાર્ડ, લેમિનેશનના પ્લાસ્ટિકના કવર સહિત કુલ 1.55 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કુદરતી આફતમાં સાડા ત્રણ મહિનામાં મોતનો આંકડો જાણી રહેશો દંગ
પોલીસે ઈસમોને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને ટેક્નિકલ સર્વેન્સની મદદથી આ ઉપરાંત હ્યુમન સોર્શિસની મદદથી આવા ઈસમોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, સુરતના પાંડેસરા પિયુષ પોઇન્ટની બાજુમાં શિવનગર સોસાયટીમાં પ્લોટ નંબર એકના બીજા માળ પર સોલાર કોમ્પ્યુટર નામની દુકાનમાં કેટલાક ઈસમો ભેગા મળીને અલગ અલગ બોગસ ડોક્યુમેન્ટો તૈયાર કરે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આંખોનો રોગ વધ્યો, વાઈરલ કન્ઝક્ટિવાઈટિસને લઈ આરોગ્ય વિભાગે આપી સલાહ
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દરોડો પાડવામાં આવ્યો
આ બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ જગ્યા પર દરોડો કરવામાં આવ્યો હતો અને આ જગ્યા પરથી દરોડા દરમિયાન મોન્ટુ કુમાર સિંઘ, અખિલેશ પાલ, મયંક મિશ્રા અને સંજીવ નિશાદ નામના ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી. આ ચારેય ઈસમો ભેગા મળીને કોમ્પ્યુટરમાં ફોટોશોપ સોફ્ટવેરનો ઉપયોગ કરી બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ, માર્કશીટ સહિતના પુરાવા એડિટિંગ કરીને બનાવતા હતા.