અમદાવાદમાં IPSની પત્નીના આપઘાત કેસમાં નવો ઘટસ્ફોટ થયો
- રાજન સુસરાની પત્ની સાલુબેનએ આપઘાત ગુરૂવારે મોડી રાત્રે કર્યો હતો
- પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી
- એક મહિલા સહિત ચાર વ્યકિતની પોલીસે પૂછપરછ કરીને નિવેદન નોંધ્યા
અમદાવાદમાં IPSની પત્નીના આપઘાત કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. જેમાં રાજેશ સુસરાના પરિવારમાં કોઈ પ્રસંગને લઈને ક્લેશ ચાલતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. તેમાં SPનાં પત્નીની આત્મહત્યા કેસમાં નવો ફણગો ફૂટયો છે. ડેડબોડી ઉતારનાર ચારના નિવેદન લેવાશે.
પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી
પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. હજીરા મરીન ટાસ્ક ફોર્સના એસપી રાજન સુસરાની પત્નીના આપઘાત કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. સાલુબહેનની ગળાફાંસો ખાધેલી હાલતમાં પોલીસની હાજરી વગર નીચે ઉતારનાર એક મહિલા સહિત ચાર વ્યકિતની પોલીસે પૂછપરછ કરીને નિવેદન નોંધ્યા છે. પરિવારમાં કોઈ પ્રસંગને લઇને કલેશ ચાલી રહ્યો હોવાની જાણ પોલીસને થતાં હવે પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
રાજન સુસરાની પત્ની સાલુબેનએ આપઘાત ગુરૂવારે મોડી રાત્રે કર્યો હતો
હજીરા મરીન ટાસ્ક ફોર્સના એસપી રાજન સુસરાની પત્ની સાલુબેનએ આપઘાત ગુરૂવારે મોડી રાત્રે કર્યો હતો. શુક્રવારે જાણ આપઘાત અંગે જાણ થતાં IPS રાજન સુસરાના ભાણેજ, ઘરઘાટી સહિત ચાર વ્યકિતએ પોલીસ આવે તે પહેલા જ ગળાફાંસો ખાધેલી હાલતમાં ડેડબોર્ડી નીચે ઉતારી દિધી હતી. બાદમાં બોડકદેવ પોલીસ ત્યાં પહોંચીને તાત્કાલિક ડેડબોર્ડીને પોસ્ટમોર્ટમ અર્થે સોલા સિવિલ લઇ ગયા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
ડેડબોર્ડીને ગળાફાંસો ખાધેલી હાલતમાં પોલીસે આવે તે પહેલા નીચે ઉતારી કેમ ?
બીજી તરફ, ડેડબોર્ડીને ગળાફાંસો ખાધેલી હાલતમાં પોલીસે આવે તે પહેલા નીચે ઉતારી કેમ ? તેવા અનેક પ્રશ્નો પોલીસને થતાં તેમણે તાત્કાલિક ભાણેજ સહિત ચારે વ્યકિતના નિવેદનો નોંધ્યા હતા. આટલુ જ નહીં, સાલુબહેન સુરતથી ગુરૂવાર રાત્રે 10 વાગ્યે ઘરે આવ્યા હતા. જો કે, સાલુબહેન પહેલા જ આઇપીએસ રાજન સુસરા તેમના ઘરે આવી ગયા હતા. તે રાજન સુસરા મકાનના પહેલા માળે આવેલા બેડરૂમમાં સુઇ ગયા હતા. જ્યારે સાલુબહેન સુરતથી આવીને અન્ય બેડરૂમમાં જઇને આપઘાત કર્યો હોવાથી તેણે લઇને અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.