શુભમન ગિલના નામે નવો કીર્તિમાન, આ રેકોર્ડ બનાવીને વિશ્વ ક્રિકેટમાં મચાવ્યો હંગામો
- ચેન્નાઈ ટેસ્ટ મેચમાં ભારતની બીજી ઇનિંગ દરમિયાન શાનદાર અડધી સદી ફટકારી
ચેન્નાઈ, 21 સપ્ટેમ્બર: ‘પ્રિન્સ ઓફ ક્રિકેટ’ તરીકે ઓળખાતા શુભમન ગીલે ચેન્નાઈ ટેસ્ટ (IND vs BAN) મેચમાં ભારતની બીજી ઇનિંગ દરમિયાન શાનદાર અડધી સદી ફટકારી છે. ટેસ્ટ મેચના ત્રીજા દિવસે, ગિલે ભારતીય ઇનિંગ્સની 30મી ઓવરમાં મેહદી હસન મિરાજના બોલ પર બે ગગનચુંબી સિક્સર ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી. ગિલની ટેસ્ટમાં આ સાતમી અડધી સદી છે. ઉલ્લેખનીય છે કે, બે છગ્ગા ફટકારીને ગિલે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં એક મોટી સિદ્ધિ મેળવી છે. ગિલે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સિક્સર મારવાનું કારનામું રચી દીધું છે.
Shubman Gill smashes two sixes in an over and reaches his 7th Test FIFTY!#TeamIndia 115/3, lead by 343 runs
Live – https://t.co/jV4wK7BgV2#INDvBAN | @ShubmanGill | @IDFCFIRSTBank pic.twitter.com/PqoVmlcRHB
— BCCI (@BCCI) September 21, 2024
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સિક્સર ફટકારી
ગિલ અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં 26, ODIમાં 52 અને T20I ક્રિકેટમાં 22 સિક્સર ફટકારી ચૂક્યો છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 છગ્ગા મારનાર 17મો ભારતીય બેટ્સમેન પણ બની ગયો છે. આ સિવાય ગિલે ટેસ્ટની બીજી ઇનિંગમાં સતત ચોથી અડધી સદી પણ ફટકારી છે. તે જ સમયે, શુભમન ગિલ એવો બેટ્સમેન પણ છે જેણે વર્ષ 2023 પછી સૌથી વધુ રન અને સદી ફટકારી છે.
મહત્ત્વપૂર્ણ છે કે, ગિલ ચેન્નાઈ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં કોઈ રન બનાવી શક્યો નથી, ત્યારબાદ તેની બેટિંગની ટીકા થવા લાગી હતી, પરંતુ તેણે બીજી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરીને ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો. બીજી તરફ જો ટેસ્ટ મેચની વાત કરવામાં આવે તો ભારતીય ટીમે મેચમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે.
ભારતે પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા. અશ્વિને ભારત માટે પ્રથમ દાવમાં શાનદાર 113 રન બનાવ્યા હતા. જ્યારે જાડેજાએ 86 રનની ઇનિંગ રમી હતી. બાંગ્લાદેશની ટીમ પ્રથમ દાવમાં માત્ર 149 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ભારતના બુમરાહે 4 વિકેટ ઝડપી હતી.
2023 પછી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનાર બેટ્સમેન
વર્ષ 2023થી, ગિલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. વર્ષ 2023થી અત્યાર સુધીમાં ગિલ કુલ 76 ઇનિંગ્સ રમી ચૂક્યો છે અને 3000થી વધુ રન બનાવવામાં સફળ રહ્યો છે.
આ પણ જૂઓ: ચોકર્સ તરીકે જાણીતી આ ટીમ અફઘાનિસ્તાન સામે ઘૂંટણિયે થઈ, સીરીઝ પણ ગુમાવી