રામાયણ’ શોના ફેમ રામ-સીતા ઝલક દિખલા જામાં ફરી એકવાર રાવણ વધનો સીન રી-ક્રિયેટ કરશે
રામાનંદ સાગરની રામાયણનો ક્રેઝ આજે પણ ઓછો થયો નથી. અત્યારે પણ લોકો ટીવીના રામ (અરુણ ગોવિલ) અને સીતા (દીપિકા ચીખલિયા)ને એટલો જ પ્રેમ અને આદર આપે છે. તે પ્રેક્ષકોનો પ્રેમ છે, જે રામાયણના રામ-સીતા ટીવી પર ફરીથી સાથે જોવા મળશે. તમને જણાવી દઈએ તો ટેલીવિઝનનો લોકપ્રિય ડાંસ રીયાલિટી શો ઝલક દિખલા જામાં આવી રહ્યા છે. જ્યાં અરુણ ગોવિલ એકવાર ફરી રાવણનો વધ કરશે.
ટીવીના રામ-સીતા જલક દિખલા જામાં
રામ અને સીતાના રોલમાં અરુણ ગોવિલ અને દીપિકા ચીખલિયાને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. અરુન ગોવિલ અને દીપિકાએ ટીવી પર રામ-સીતાની ભૂમિકા એવી રીતે ભજવી કે બધા તેમને ખરેખર ભગવાન માનવા લાગ્યા. રામાયણમાં બંનેની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે ફરી એકવાર બંને સ્ટાર્સ ટીવી પર દસ્તક આપવા આવી રહ્યા છે.અરુણ ગોવિલ-દીપિકા ઝલક દિખલા જાના સ્ટેજ પર સાથે સ્ટેજ શેર કરતા જોવા મળશે. જ્યાં ઝલક દિખલા જા 10નો નવો પ્રોમો શેર કરવામાં આવ્યો છે જેમાં બન્ને એકટર્સ આ શોમાં જોવા મળશે.
ઝલક દિખલા જા 10 નો નવો પ્રોમો શેર કરવામાં આવ્યો છે. દિવાળીના શુભ અવસર પર દીપિકા અને અરુણ ગોવિલ ડાન્સ રિયાલિટી શોના ગેસ્ટ તરીકે આવી રહ્યા છે.ઝલક દિખલા જામાં અરુણ ગોવિલ પણ રાવણનો વધ કરતા જોવા મળશે. પ્રોમોમાં, રામાયણના બંને કલાકારો સીરિયલના તે સીનને ફરીથી દર્શકોને બતાવવા જઈ રહ્યા છે.
અરુણ ગોવિલ કરશે રાવણનો વધ
પ્રોમોમાં, દીપિકા અને અરુણ ગોવિલ સાથે ઉભી છે, જેમાં દીપિકા અભિનયમાં ઉતરીને કહે છે કે મારા જીવનનો અર્થ ત્યારે પૂરો થશે જ્યારે દરેક ઘર તમારું સત્કાર કરશે. આ પછી અરુણ ગોવિલ તીર ચલાવીને રાવણને મારી નાખે છે. અને તે સીનને રી-ક્રિયેટ કરે છે. ત્યારે લાંબા સમય પછી ટેલિવિઝન પર રામાયણના રામ અને સીતાને જોઈને આનંદ થઈ રહ્યો છે. ઝલક દિખલા જાના આ પ્રોમોએ ઘણી જૂની યાદોને તાજી કરી દીધી છે.
નવીનતમ પ્રોમોમાં, શોની સ્પર્ધક નિયા શર્મા અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયાની સામે મા કાલી તરીકે દમદાર પરફોર્મન્સ આપતી જોવા મળે છે. ત્યારે આ ઝલક દિખલા જાનો પ્રોમો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
આ પણ વાંચો: ઉર્વશીએ પૂછ્યું ‘દિવાળી ઓસ્ટ્રેલિયામાં મનાવુ કે ભારતમાં’ તો યુઝરે કહ્યું- પહેલા પંતભાઈને મનાવો