ગુજરાતટોપ ન્યૂઝ

દુબઈથી અમદાવાદ સોનાના દાણચોરોની નવી મોડસ ઓપરેન્ડીનો ભેદ ખૂલ્યો

Text To Speech

દુબઈથી અમદાવાદ વાયા પટણા સવા કરોડના સોનાની દાણચોરીનો ઘટસ્ફોટ થયો છે. જેમાં નાવેદ ફક્કીની ધરપકડથી સોનાના દાણચોરોની નવી મોડસ ઓપરેન્ડીનો ભેદ ખૂલ્યો છે. તેમાં પટણાની ડોમેસ્ટિક ફ્લાઈટમાં ચોક્કસ સીટ નીચે પહેલેથી જ સોનું સંતાડેલું હતુ.

આ પણ વાંચો: અમદાવાદમાં આ તારીખથી પડશે કડકડતી ઠંડી

સીટની પાછળની સીટની ટિકિટ લઈ તે આ ફ્લાઈટમાં બેસે

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખાસ કરીને દુબઈથી સીધી આવતી ફ્લાઈટ મારફતે સોનાની દાણચોરી પર ધોંસ બોલાવાતા હવે દાણચોરોએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી હોવાનો ભેદ હમણાં જ ડીઆરઆઈએ આશરે સવા કરોડના સોના સાથે ઝડપેલા નાવેદ અહેમદ ફક્કીના કિસ્સામાં ખુલ્યો હતો. હવે દાણચોરોએ અમદાવાદ આવતી ડોમેસ્ટિક ફ્લાઈટના રૂટથી દાણચોરી શરૂ કરી છે. રૂ. 25 હજારમાં એક માણસને ભાડે રાખી તેને પટણાથી અમદાવાદની ફ્લાઈટ પકડવાનું કહેવાય. સાથે જ આ ફ્લાઈટની ચોક્કસ સીટની નીચે ટેપથી સોનું ચોંટાડેલું હોવાની માહિતી અપાય અને તે સીટની પાછળની સીટની ટિકિટ લઈ તે આ ફ્લાઈટમાં બેસે અને ત્યાંથી સોનું પોતાની પાસે મેળવી અમદાવાદ આવી કસ્ટમ્સમાં કંઈ જ ડિકલેર કરવાનું ન હોવાનું કહી ગ્રીન બેલ્ટમાંથી બહાર નિકળી જઈ સોનું ઘુસાડી દેવાની ઓપરેન્ડીનો ઘટસ્ફોટ થયો છે.

આ પણ વાંચો: લો બોલો, ગુજરાતમાં 109 શાળાઓ ગુજરાતી ભાષા ભણાવતી નથી

નાવેદ અહેમદ ફક્કીએ રૂ.25 હજારમાં કામગીરી કરી

અમદાવાદ SVPI એરપોર્ટના ટર્મિનલ-2 ખાતે ડિરેક્ટોરેટ ઓફ્ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ રૂ.1.11 કરોડના દાણચોરીના સોના સાથે નાવેદ અહેમદ ફક્કીની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો છે. ડીઆરઆઈની તપાસમાં ખુલ્યુ છે કે, ઈન્ડીગોની ફલાઈટ દુબઈથી પટના આવી હતી અને તે અમદાવાદ જવાની હતી તેમાં સીટની નીચે છુપાવેલ દાણચોરીનું સોનું અમદાવાદ લાવવાનું હતુ. આ માટે નાવેદ અહેમદ ફક્કીએ રૂ.25 હજારમાં કામગીરી કરી હતી. ઈન્ડિગો ફ્લાઇટ પટનાથી 21.45 કલાકે અમદાવાદ એરાઈવલ માટેની એર ટિકિટ છે અને તે બ્લેક-ગ્રે કલરની બેકપેક/હેન્ડબેગ લઈ રહ્યો હતો; તેણે સીટ નં. 13F હતી. દુબઈના રફીકની સૂચના મુજબ, તેમણે ફ્લાઈટ નંબર 6E178 ની સીટ નંબર 12 F નીચે ડબલ સાઇડેડ સ્ટીકી ટેપ વડે ચોંટાડેલું સોનું પાછું મેળવ્યું, જે મૂળ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાંથી ડોમેસ્ટિકમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું.

Back to top button