ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

ડાયમંડ સીટીમાં પંતગ રસિયાઓનું નવું નજરાણું, હવે ચાંદીની પતંગ-ફિરકી ! શું છે કિંમત

ઉત્તરાયણ તહેવાર નજીક આવતા પતંગરસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારમાં જાત જાતના માંજા અને પતંગ ખરિદવા માટે લોકો ઉમટી પડ્યા છે. ત્યારે હવે ઉત્તરાયણના આ તહેવાર પર સુરતમાં એક ખાસ પ્રકારની પતંગ અને ફીરકી બનાવવામાં આવી છે. આ પતંગ- ફીરકી સુરતીઓની માંગણીને ધ્યાનમાં રાખીને અહીના એક જ્વેલર્સે બનાવી છે. સુરતના એક જ્વેલર્સે ચાંદીની પતંગ-ફિરકી બનાવી છે. ઉત્તરાયણના આ તહેવાર કંઈક યુનિક પતંગ-ફીરકીની ખરીદી માંગવા પતંગરસિયાઓ માટે આ ખાસ બનાવવામાં આવી છે.

સુરત ચાંદીની પતંગ-ફીરકી-humdekhengenews

સુરતના જ્વેલર્સે બનાવી ખાસ ફીકરી અને પતંગ

સુરતીલાલાઓના અવનવા શોખ હંમેશા ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. સુરતમાં લોકો ખાવા પીવાના અને અવનવી વસ્તુઓ બનાવવા માટે ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે. ત્યારે આ ઉત્તરાયણના તહેવારને યાદગાર બનાવવા અને કંઈક અલગ રીતે આ તહેવારને ઉજવવા માટે સુરતના જ્વેલર્સે ચાંદીની ફીરકી અને પતંગ બનાવી છે. આ ચાંદીની ફીકરી અને પતંગ નાની અને મોટી બંને સાઈઝમાં બનાવવામાં આવી છે.

સુરત ચાંદીની પતંગ-ફીરકી-humdekhengenews

ચાંદીની ફીરકી અને પતંગે લોકોમાં જમાવ્યું આકર્ષણનું

સુરતના જ્વેલર્સે દ્વારા બનાવવામા આવેલ આ ચાંદીની ફીરકી અને પતંગ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. હાલ સોશિયલ મીડિયામાં તેના ફોટો અને વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. અને પતંગ રસિયાઓ આ ચાંદીની ફીરકી અને પતંગ ખરીદવા માટે લોકો અહી આવી રહ્યા છે. ચાંદીને શુભ માનવામાં આવે છે. ત્યારે આ ઉત્તરાયણના આ તહેવાર પર તેનો ઉપયોગ યુનિક ભેટ આપવા માટે કરી રહ્યા છે. ચાંદીની નાની પતંગ અને નાની ફીરકી ઉતરાયણમાં ભગવાન પાસે મૂકવા માટે લોકો વધુ ખરિદી રહ્યા છે.

સુરત ચાંદીની પતંગ-ફીરકી-humdekhengenews

ચાંદીની આ પતંગ અને ફીરકીની ખાસિયત

સુરતના જ્વેલર્સ દ્વારા ખાસ લોકોની ડિમાન્ડ પર આ યુનિક પતંગ અને ફીરકી બનાવવામાં આવી છે. સુરતના આ જ્વેલર્સે 350 ગ્રામ ચાંદીની યુનિક પતંગ-ફીરકી બનાવી છે. અને આ ચાંદીના પતંગ અને ફીરકી નાની અને મોટી બંને સાઈઝમાં બનાવવામાં આવ્યા છે. જેથી નાની સાઈઝના પતંગ અને ફીરકીને આ તહેવાર પર ભગવાન પાસે રાખઈ શકાય છે. તેમજ મોટી પતંગ અને ફીરકીને આકાશમાં ચગાવી પણ શકાય છે. આ ચાંદીની ફીરકીમાં 1000 વાર સુધીના દોરો પણ લપેટી શકાય છે. આ પતંગ અને ફીરકીને અલગ અલગ ડિઝાઇનમાં બનાવવામાં આવી છે. જેથી તેને શો પીસ તરીકે પણ તેને રાખી શકાય છે. તેમજ આ તહેવાર પર કોઈને ભેટ આપવામાં પણ ઉપયોગ કરી શખાય છે.

સુરત ચાંદીની પતંગ-ફીરકી-humdekhengenews

જાણો તેની કિંમત અને બનાવવામાં લાગતો સમય

મોટી ફીરકી અને પતંગમાં 350 ગ્રામ ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી તેની કિંમત 35 હજાર રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે નાની ફીરકી પતંગ 60 ગ્રામથી લઈને 125 ગ્રામ જેટલા ચાંદીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. જેની કિંમત 8000થી શરૂ થઈને 15થી 20 હજાર રૂપિયા સુધીમા મળે છે. તેને બનાવામાં એક મહિના જેટલો સમય લાગે છે.  જો કે જ્વેલર્સે જણાવ્યા પ્રમાણે પતંગ અને ફીરકી કેવી જોઈએ છે તેની ડીમાન્ડ પણ અલગ અલગ ફીરકી બનાવવામાં તે પ્રમાણેનો સમય લાગે છે. કોઈકમાં 10 દિવસ તો કોઈકમાં 15 દિવસ જેટલો સમય લાગી જતો હોય છે. જેથી તેને ખરીદવા લોકો એડવાન્સ ઓર્ડર આપે છે.

આ પણ વાંચો : અમદાવાદમાં યોજાશે રોજગાર ભરતી મેળો, જાણી લો તમામ અપડેટ અને કઈ છે કંપનીઓ

Back to top button