પેપરલીક મામલે લવાશે નવો કાયદો, પેપર ફોડનારાની સંપત્તી અને ખરીદનારાની કારકિર્દી થશે જપ્ત
ગુજરાતમા છેલ્લા કેટલાક વર્ષોથી પેપર ફૂટવાનો સીલસીલો યથાવત છે. લગભગ 2014થી અત્યાર સુધી એક પણ વર્ષ ખાલી ગયું નથી જેથી લોકોમાં અને યુવાનોમાં આ બાબતે સરકાર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. તાજેતરમાં જ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર જુનિયર ક્લાર્કની પરિક્ષામાં પેપર લીક કાંડમાં 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે વારંવાર આવી ઘટનાઓ સામે આવતા હવે સરકાર આ મામલે એક્શમાં આવી છે. ત્યારે પેપર લીક કાંડ મામલે ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે.
પેપર લીક મામલે કડક કાયદો લાવવાની તૈયારીઓ
જુનિયર ક્લાર્કની પેપર લીકની ઘટના બાદ સરકાર એક્શનમાં આવી છે. આ મામલે મુખ્યમંત્રીએ બેઠક યોજી હતી. અને પેપરલીક માટે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ત્યારે ગુજરાતમાં વારંવાર આવી ઘટનાઓ સામે આવતા સરકાર સામે લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે સરકાર હવે પેપરલીક મામલે કડક કાયદો લાવવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હવે પેપરલીક મામલે નવો કાયદો લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
પેપરલીક કરનારાઓની સાથે ખરીદનારાઓને પણ થશે આ સજા
ભૂતકાળમાં પણ પેપરલકના અપરાધીઓએ હળવી સજા મળવાને કારણે અપરાધીઓ થોડા જ સમયમાં છૂટી જતા હતા. અને કાયદાનો ડર ન હોય તેમ ફરી આવી બીજી ઘટનાઓમાં સામેલ થઈ જતા હતા ત્યારે હવે સરકાર આ મામલે વધુ કડક કાયદો લાવવાની તૈયારીઓ કરી રહ્યું છે. હવે પેપરલીકના આરોપીઓને છુટી ન શકે ઉપરાંત જે લીક થયેલા પેપર ખરીદે તેવા વિદ્યાર્થીઓ પણ ક્યારે જીવનમાં સરકારી પરીક્ષા આપી ન શકે તે માટેનો કડક કાયદો લાવશે. જેથી પેપરલીક કરનારાઓને તો સજા થશે જ પરંતુ સાથે સાથે જેમણે પેપર ખરીદ્યા હોય તેમને પણ સજાકરવામાં આવશે અને તેમને દંડની સાથે આજીવન માટે બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. જેથી તે કોઈ પણ સરકારી પરીક્ષા આપી શકશે નહી.
આરોપીઓની બે નંબરની સંપ્તિની સાથે પોતાની સંપત્તિ પણ જશે
જાણકારી મુજબ સરકાર પેપરલીક મુદ્દે કડક કાયદો લાવશે જે અંતર્ગત જે વ્યક્તિ પેપર લીક કરવા મુદ્દે દોષીત સાબિત થશે તેને સજાની સાથે તેની સંપત્તી પણ જપ્ત કરી લેવામાં આવશે. જેથી કોઈ પેપરલીકમાં ઝડપાશે તો તેની બે નંબરની સંપત્તી તો જશે જ પરંતુ સાથે સાથે પોતાની સંપત્તી પણ ખોઈ બેસશે.
કાયદાના નિષ્ણાંતો આ મામલે કરી રહ્યા છે અભ્યાસ
સરકાર પેપરલીક મામલે તમામ પ્રકારે ફુલપ્રુફ સિસ્ટમ બનાવવા માંગે છે જે અંતર્ગત હાલ આ કાયદા પર કાયદાના નિષ્ણાંતો અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર પ્રક્રિયાનો બારિકીથી અભ્યાસ કરવામા આવી રહ્યો છે. ટૂંક સમયમાં જ આ નવો કાયદો બની જશે અને પેપરલીક કરનારા કૌભાંડીઓને હવે આકરી સજા મળશે.
આ પણ વાંચો : કેન્દ્રીય બજેટ-2023 : ઉદ્યોગો માટે કરવામાં આવી જાહેરાત, હવે ક્યા પ્રકારના લાભ મળશે?