ભાજપની આગામી કારોબારી બેઠકમાં એક નવી પહેલ, આ મુદ્દા પર થઈ શકે છે ચર્ચા
ભારતીય જનતા પાર્ટીની આગામી કારોબારી બેઠક 23 અને 24 જાન્યુઆરીએ યોજાવા જઈ રહી છે. ત્યારે આ કારોબારી બેઠકનું સ્થળ સુરેન્દ્રનગર પસંદ કરવામાં આવ્યું છે. ભાજપના સૂત્રો ધ્વારા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર સ્થળ પસંદ કરી ભાજપ ગામડાઓ ને આવરી લેવાની એક રણનીતિનો હિસ્સો છે. અગાઉ પણ ભાજપ ધ્વારા સોમનાથ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સુરતમાં કારોબારી બેઠક યોજવામાં આવી હતી.
આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટેનો આદેશ: કર્મચારી ખાતાકીય કેસમાં બચાવ માટે વકીલ રોકી શકશે
કારોબારી બેઠક અંગે ભાજપ ધ્વારા એક મહત્વનો નિર્ણય લેવવામાં આવ્યો છે. આ બેઠકમાં ભાગ લેનાર ગુજરાતભરના આગેવાનોએ હોટેલ કે કોઈ અન્ય સ્થળે રોકવાના બદલે કાર્યકરોના ઘરે રોકાવું પડશે જેથી કાર્યકરો અને આગેવાનો વચ્ચે આત્મીયતા વધે અને સારા સંબંધ કેડવાય. 700 જેટલા હોદ્દેદારો આ બેઠકમાં ભાગ લેવાના છે ત્યારે ભાજપ ધ્વારા આ એક અલગ નિર્ણય લઈ કાર્યકારોનું માન સન્માન વધે તે હેતુ થી આ અભિગમ અપનાવવામાં આવ્યો છે.
ભાજપની આ કારોબારી બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પ્રસ્તાવ રજૂ થશે સાથે રાષ્ટ્રીય કારોબારીમાં રજૂ થયેલા ઠરાવો પસાર અને આગામી લોકસભા 2024 ની ચુંટણી ને લઈને માર્ગદર્શન આપવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાનો કાર્યકાળ એક વર્ષ લંબાવ્યા બાદ હાલ ગુજરાત ભાજપમાં પણ કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નહિવત હોય તેવું લાગી રહ્યું છે. બેઠક બાદ નાના મોટા ફેરફાર થઈ શકે છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાગ લેવાના છે ત્યારે તેઓ આગામી જી-20 ની કેટલીક બેઠકોમાં હાજર રહી શકશે નહીં.