- સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ સાયન્સ સિટીમાં મુકાશે
- ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે બસનું લોકાર્પણ થયુ
- બસમાં પ્રતિકાત્મક રીતે વિમાનના પાયલોટની કોકપીટ તૈયાર કરવામાં આવી
ગુજરાતના અમદાવાદ શહેરમાં પ્લેન ઉડાડવાનો અનુભવ સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ કરાવશે. જેમાં 1.34 કરોડમાં તૈયાર સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ સાયન્સ સિટીમાં મુકાશે. બસને વિવિધ શાળાઓ અને અલગ-અલગ સ્થળોએ પ્રદર્શન માટે લઈ જવાશે. તથા બસમાં પ્રતિકાત્મક રીતે વિમાનના પાયલોટની કોકપીટ તૈયાર કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતના ત્રણ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
વિદ્યાર્થીઓ ઉડ્ડયન ક્ષેત્રે કારકિર્દી બનાવવા પ્રેરાય તેવા હેતુથી બસ બનાવાઇ
વિમાન ટેક ઓફ, ફ્લાઈંગ તેમજ લેન્ડીંગની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવતી રાજ્ય સરકારની નવીન પહેલ એટલે સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ. વિદ્યાર્થીઓ ઉડ્ડયન ક્ષેત્રે કારકિર્દી બનાવવા પ્રેરાય તેવા હેતુથી સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસનું લોકાર્પણ ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ઉડ્ડયન રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કરાયું હતું.
આ પણ વાંચો: ખુશીના સમાચાર: વંદે ભારત ટ્રેનથી દોઢ કલાકમાં પાલનપુરથી અમદાવાદ પહોંચાશે
લોકાર્પિત બસને અમદાવાદ સાયન્સ સિટી ખાતે જાહેર પ્રદર્શનમાં મુકવામાં આવશે
સચિવાયલ સંકુલ ખાતે લોકાર્પિત બસને અમદાવાદ સાયન્સ સિટી ખાતે જાહેર પ્રદર્શનમાં મુકવામાં આવશે. બસમાં પ્રતિકાત્મક રીતે વિમાનના પાયલોટની કોકપીટ તૈયાર કરવામાં આવી છે. જેમાં થ્રીડી ટેક્નોલોજીના આધારિત વિમાન ટેકઓફ અને લેન્ડીંગ તેમજ ફ્લાઈંગની પ્રત્યક્ષ અનુભુતિ થાય છે. આ અંગે બળવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે, ઉડ્ડયન ક્ષેત્રે લોકોમાં જાગૃતિ આવે તે આશયથી 1.43 કરોડના ખર્ચે સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ પ્રોજેક્ટ શરુ કરાયો છે. આ આયોજનની સફળતા બાદ રાજ્ય સરકાર દ્વારા આવા અનેક પ્રોજેક્ટ અને પ્રોત્સાહન પર કાર્ય કરવામાં આવશે.
વિદ્યાર્થીઓને પાયલટ અને એરોનોટિકલ એન્જિનિયર બનાવાની પ્રેરણા આપશે
એરક્રાફ્ટની ઉડાવવાની અનુભૂતિ વિદ્યાર્થીઓને પાયલટ અને એરોનોટિકલ એન્જિનિયર બનાવાની પ્રેરણા આપશે. બસને હાલ સાયસન્સ સિટી ખાતે રખાશે અને સાયન્સ સિટી ઓથોરિટી દ્વારા જ તેનું સંચાલન કરાશે. બસનો ઉપયોગ શાળાઓમાં પ્રદર્શન યોજવા માટે અને તહેવારોના સમય દરમિયાન બસને અલગ-અલગ સ્થાને સ્થળાંતરિત કરવામાં આવશે.