મહેસાણાની દૂધસાગર ડેરીની નવી પહેલ, ખેડૂતોને હવે ઘર બેઠા મળશે આ સુવિધા
મહેસાણાની દૂધસાગર ડેરી એક નવી પહેલ શરુ કરી છે. જેના કારણે ખેડૂતોને મોટી મદદ મળી રહેશે,. ખેડૂતોને હવે તેમના પાક વેચવા માટે બજારમાં જવાની જરુર નહી રહે . હવે ડેરી દ્વારા પાકની ખરીદી પણ કરવામાં આવશે. મહેસાણાની દૂધસાગર ડેરીએ જાહેરાત કરી છે કે તે ખેડૂતો પાસેથી ઘઉં, ચણા, કઠોળ સહિતના ઓર્ગેનિક પાકની કરશે ખરીદી કરશે.
દૂધસાગર ડેરીની નવી પહેલ
મળતી માહિતી મુજબ મહેસાણાની દૂધસાગર ડેરીએ એક નવી પહેલ શરુ કરી છે. દૂધસાગર ડેરીએ તાજેતરમાં જ જાહેરાત કરી છે કે તે ખેડૂતો પાસેથી ઓર્ગેનિક પાકની ખરીદી કરશે. દૂધસાગર ડેરી હવે દૂધની સાથે ખેડૂતો પાસેથી ઘઉં, ચણા, કઠોળ સહિતના ઓર્ગેનિક પાકની ખરીદી કરશે.
ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ આકર્ષવા પ્રયત્ન
એક તરફ વડાપ્રધાન ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે દૂધસાગર ડેરી દ્વારા આ નવી પહેલ શરુ કરીને ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ આકર્ષવા માટે પ્રયત્નો કર્યા છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના કાર્યક્ષેત્રમાં આવતા ખેડૂતોના ઓર્ગેનિક પાક હવે દૂધસાગર ડેરી ખરીદશે. જેમાં ખેડૂતો પાસેથી ઘઉં, ચણા, કઠોળ સહિતના ઓર્ગેનિક પાકની ખરીદી આ ડેરી કરશે.
કેવી રીતે કરાશે ખરીદી ?
દૂધસાગર ડેરીની આ પહેલનો લાભ લેવા ખેડૂતોએ અગાઉથી રજિસ્ટ્રેશન કરવું પડશે. આ રજિસ્ટ્રેશનમાં પાકની વિગત અને ઘેર બેઠા અપેક્ષિત ભાવની વિગત દર્શાવવાની રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ ખેડૂતનો ઓર્ગેનિક પાક દૂધસાગર ડેરી ઘેર બેઠા જ ખરીદશે.
આ પણ વાંચો : ઉર્વશી રૌતેલાએ ઋષભ શેટ્ટી સાથે શેર તસવીર, શું ખરેખર kantara 2માં થઈ છે એન્ટ્રી ?