ટ્રેન્ડિંગયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

સ્વીચ ઓફ હોવા છતાં પણ શોધી શકાશે ચોરાયેલો ફોન, Android 15માં આવી રહ્યું છે નવું ફીચર

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 24 માર્ચ: Google તાજેતરમાં આ વર્ષે યોજાનારી તેની Annual Developer Conference Google I/O 202ની તારીખ જાહેર કરી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૂગલ નવા Android વર્ઝનનું અનાવરણ કરશે, જેનું નામ Android 15 હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અપડેટ બાદ યુઝર્સ તેમના મોબાઈલને સ્વીચ ઓફ કર્યા પછી પણ ટ્રેક કરી શકશે.

Android ફોનમાં Find My Device સિસ્ટમની પોતાની મર્યાદાઓ છે. Android Policeના રિપોર્ટ અનુસાર, હવે ગૂગલ એક નવું ફાઇન્ડિંગ API પણ લોન્ચ કરી શકે છે, જે ડિવાઇસ ડિસ્કનેક્ટ થયા પછી પણ તે પ્રોડક્ટને શોધવામાં મદદ કરશે.

Find My Deviceની મર્યાદાઓ

હાલમાં, Find My Device નેટવર્ક ફક્ત સક્રિય Android અને Wear OS ઉપકરણોને ટ્રૅક કરી શકે છે. જોકે, આવનારા સમયમાં તેમાં સુધારો કરવામાં આવશે અને ઈન્ટરનેટ કનેક્શન ન હોય તો પણ ડિવાઈસને શોધી કે સર્ચ કરી શકાશે. જો આ ફીચર આવશે તો તે ઘણા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

સ્પેશિયલ હાર્ડવેરની પડી શકે છે જરૂર

આગામી ફીચર માટે સ્પેશિયલ હાર્ડવેરની જરૂર પડશે, જે બ્લૂટૂથ કંટ્રોલરને પાવર કરશે. ખાસ કરીને જ્યારે, તે ઉપકરણ બંધ થઈ જશે. સાથે જ સ્માર્ટફોનમાં નાની રિઝર્વ બેટરી પણ રાખી શકાય છે, જે આ ફીચર માટે કામ કરશે. મીડિયા રિપોર્ટ્સમાંથી આ જાણકારી મળી છે.

સૌથી પહેલા કયાં ફોનમાં આવશે આ ફીચર?

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ ફીચર સૌથી પહેલા આ વર્ષે લોન્ચ થનાર Google Pixel 9 સીરીઝ માટે રજૂ કરવામાં આવશે. આ પછી આ ફીચરને વિસ્તૃત કરવામાં આવશે અને તે પછી તે Pixel 8 માં પણ કામ કરી શકશે.

આ પણ વાંચો: Poco C61 સ્માર્ટફોનની લૉન્ચ તારીખ કન્ફર્મ જાણો: સ્પેસિફિકેશન અને ફીચર્સ

Back to top button