આજથી મોંઘવારીનો નવો ડોઝ! સરકારે ગેસના ભાવમાં કર્યો રેકોર્ડ વધારો
ઓક્ટોબર મહિનામાં મોંઘવારીનો નવો ડોઝ મળવા જઈ રહ્યો છે. નેચરલ ગેસના ભાવમાં રેકોર્ડ 40 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ કારણે દેશમાં વીજ ઉત્પાદન, ખાતર બનાવવા અને વાહનો ચલાવવા માટે વપરાતો ગેસ મોંઘો થવાની ધારણા છે. તમને જણાવી દઈએ કે પ્રાકૃતિક ગેસ ખાતર બનાવવા તેમજ વીજળી ઉત્પન્ન કરવા માટે મુખ્ય કાચો માલ છે. તેને CNGમાં પણ રૂપાંતરિત કરવામાં આવે છે અને તેનો ઉપયોગ પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) એટલે કે LPG તરીકે પણ થાય છે.
સીએનજી-પીએનજીના ભાવમાં વધારો થશે
નેચરલ ગેસના દરોમાં તીવ્ર વધારો સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો કરશે તેવી અપેક્ષા છે, જે છેલ્લા એક વર્ષમાં 70 ટકાથી વધુ વધી ચૂક્યા છે. ગેસના ભાવ ફુગાવાને વધુ આગળ ધપાવી શકે છે, જે છેલ્લા આઠ મહિનાથી આરબીઆઈના સંતોષકારક સ્તરની ઉપર ચાલી રહી છે. RBI મોંઘવારી પર અંકુશ મેળવવા માટે રેપો રેટમાં સતત વધારો કરી રહી છે.
અહીં કોઈ અસર નહીં થાય
આનાથી વીજળી ઉત્પન્ન કરવાનો ખર્ચ પણ વધશે પરંતુ ગ્રાહકો માટે કોઈ મોટી સમસ્યા નહીં હોય કારણ કે ગેસમાંથી ઉત્પન્ન થતી વીજળીનો હિસ્સો ઘણો ઓછો છે. તેવી જ રીતે ખાતરના ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થશે પરંતુ સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડીના કારણે દરો વધવાની શક્યતા નથી. જોકે, આ નિર્ણયથી ઉત્પાદકોની આવકમાં વધારો થવાની શક્યતા છે.
આ પણ વાંચો : વૈશ્વિક બજારમાં સસ્તું થયું ક્રૂડ, જાણો- આજના પેટ્રોલ-ડીઝલના ભાવ