ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયાવર્લ્ડ

ચામાચીડિયામાંથી નવો વાયરસ મળ્યો, વિશ્વ પર નવી મહામારીનું સંકટ?

Text To Speech

ચીન, 23 ફેબ્રુઆરી 2025 : વિશ્વને હવે જાણે એવો અહેસાસ થઈ રહ્યો છે કે તે ફરી પાછા ૨૦૨૦ની સ્થિતિ તરફ જ પાછા જઈ રહ્યા છે. આ વાયરસ પણ વુહાનમાં જ શોધાયો છે જ્યાંથી અગાઉનો કોરોના વાઇરસ લીક થયો હોવાનું માનવામાં આવે છે.

કોરોનાએ મચાવેલા હાહાકારથી આખુ વિશ્વ આજે પણ વાકેફ છે અને સત્તાવાર આંકડા મુજબ કોરોનાએ દુનિયામાં ૭૦ લાખથી પણ વધુ લોકોનો ભોગ લીધો છે. હવે લોકો કોરોનાને ભૂલી રહ્યા છે ત્યારે કોરોનાએ ફરીથી નવા સ્વરુપમાં દસ્તક દીધી છે. ચીનના વૈજ્ઞાાનિકે એવું જણાવ્યું છે કે કોરોના વાયરસ જેવો જ નવો વાયરસ ચામાચીડિયામાં પણ જોવા મળ્યો છે, જે માનવીમાં પણ ટ્રાન્સફર થઈ શકે છે. ચીનના વૈજ્ઞાનિકોના આ નિવેદને ફક્ત ચીનમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

આ વાયરસ Hku5-CoV- 2, મેરલેકોવાયરસ સબજીનસ પ્રકારનો છે, તેમાં Mers વાયરસ પણ હોય છે.

વૂહાનમાં બનેલી ચીનની સૌથી મોટી વાયરસ લેબોરેટરીમાં ”બેટ-વૂમન” તરીકે ”વિખ્યાત” બના ગયેલી વિજ્ઞાાની શી ઝેંગલીની ટીમે કોરોના જેવો જ એક ખતરનાક વાઇરસ એચ.કે.યુ.૫-કોવ-૨ શોધી કાઢ્યો છે. જે કોરોના ફેલાવતા વાયરસ જીછઇજી-ર્ભફ- ૨ ની જેમ જ શ્વાસ દ્વારા પણ માનવીના શરીરમાં જઈ શકે છે. આ વાયરસની શોધથી રસી બનાવતી કંપનીઓના શેર શુક્રવારથી ઊંચકાવા શરૂ થયા છે.

હોંગ-કોંગ સ્થિત સાઉથ-ચાયના મોર્નિંગ પોસ્ટ જણાવે છે કે ઝેનગ્લીયે કોવિડ-૧૯ પણ આમા ચીડીયાના દેહ ઉપરથી શોધી કાઢ્યો હતો અને પછીથી તે સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો. પરંતુ ચીનની સરકારે તેમની આ વાતને નકારી કાઢી હતી.

આ પણ વાંચો : શાહરુખ ખાન મન્નત છોડીને જઈ રહ્યા છે: બીજું ઘર ભાડે કેમ રાખ્યુ? જાણો કારણ

Back to top button