મત્સ્યપાલન વિભાગ દ્વારા “રાષ્ટ્રીય અવકાશ દિવસ”ની ઉજવણી કરવામાં આવશે
નવી દિલ્હી- 12 ઓગસ્ટ: 23 ઓગસ્ટ, એ દિવસ જ્યારે ભારતે ચંદ્ર પર ધ્વજ ફરકાવ્યો. વિક્રમ લેન્ડરનું સલામત ઉતરાણ કરનાર અને દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન રોવરને તૈનાત કરનાર ચંદ્રયાન-3 મિશનની ઉજવણી કરવા માટે નરેન્દ્ર મોદીએ 23 ઓગસ્ટને “રાષ્ટ્રીય અવકાશ દિવસ” તરીકે જાહેર કર્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિએ ભારતને અવકાશમાં પ્રવાસ કરતા રાષ્ટ્રોના ચુનંદા જૂથમાં સ્થાન આપ્યું છે, જેના કારણે ભારત ચંદ્ર પર ઉતરનાર ચોથો દેશ છે અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક આવું કરનારો પ્રથમ દેશ છે. આ સિદ્ધિની ઉજવણી જુલાઈ અને ઓગસ્ટ, 2024 દરમિયાન સમગ્ર દેશમાં થઈ રહી છે, જેનો ઉદ્દેશ સ્પેસ સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં યુવા પેઢીને જોડવાનો અને પ્રેરણા આપવાનો છે. ભારત ચંદ્ર પર ઉતરનાર ચોથો દેશ છે અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક આવું કરનારો પ્રથમ દેશ છે.
મત્સ્યપાલન વિભાગ દ્વારા નવી દિલ્હીનાં કૃષિ ભવન ખાતે “રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી” કરવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી તથા પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ, પ્રોફેસર એસ. પી. સિંહ બઘેલ, જ્યોર્જ કુરિયન, સચિવ ડો.અભિલાષ લિખી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે.
સેમિનારો અને નિર્દેશનોનું આયોજન
ચંદ્રયાન-3 મિશનને મળેલી નોંધપાત્ર સફળતાની યાદમાં મત્સ્યપાલન વિભાગ ડૉ. અભિલાષક લિખીના માર્ગદર્શન હેઠળ દરિયાકિનારાનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો મત્સ્યપાલન ક્ષેત્રમાં અંતરિક્ષ ટેકનોલોજીની ઉપયોગિતા પર શ્રેણીબદ્ધ સેમિનારો અને નિદર્શનોનું આયોજન કરે છે. 18 સ્થળોએ આ સેમિનારો અને નિદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મત્સ્યપાલનમાં અવકાશ ટેકનોલોજી – એક વિહંગાવલોકન, દરિયાઇ ક્ષેત્ર માટે સંચાર અને નેવિગેશન સિસ્ટમ, અવકાશ-આધારિત નિરીક્ષણ અને મત્સ્યપાલન ક્ષેત્રને સુધારવા પર તેની અસર જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા છે.
એઆઈએ પરિવર્તનકારી ફેરફારો કર્યાં
અંતરિક્ષ વિભાગ, INCOIS, ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ અને અન્ય હિતધારકો, જેમાં માછીમારો, સાગર મિત્રા, FFPOs, મત્સ્યપાલન સહકારી સંસ્થાઓ, આઈસીએઆર મત્સ્યપાલન સંશોધન સંસ્થાઓ, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોનાં મત્સ્યપાલન વિભાગ, મત્સ્યપાલન વિશ્વવિદ્યાલયો અને કોલેજોનાં વિદ્યાર્થીઓ હાઈબ્રિડ મોડમાં સામેલ થશે. ભારતીય મત્સ્યપાલન ક્ષેત્ર દેશના અર્થતંત્રમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જીવનનિર્વાહ, રોજગાર અને આર્થિક તકો પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અંતરિક્ષ ટેકનોલોજી ભારતીય દરિયાઈ મત્સ્યપાલનનાં વ્યવસ્થાપન અને વિકાસમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. સાથે જ સેટેલાઇટ રિમોટ સેન્સિંગ, અર્થ ઓબ્ઝર્વેશન્સ અને સેટેલાઇટ આધારિત નેવિગેશન સિસ્ટમ અને જીઆઇએસ, સેટેલાઇટ કમ્યુનિકેશન, ડેટા એનાલિટિક્સ અને એઆઇ વગેરે જેવી કેટલીક ટેકનોલોજીએ આ ક્ષેત્રમાં પરિવર્તનકારી ફેરફારો કર્યા છે.
આ પણ વાંચો : રાજકોટના નવનિયુક્ત ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1.80 લાખની લાંચ લેતા ઝડપાયા