ટોપ ન્યૂઝનેશનલ

કેવડિયામાં આજે તમામ રાજ્યોના કાયદા મંત્રીઓની નેશનલ કોન્ફરન્સ, PM Modi વર્ચ્યુઅલી જોડાશે

Text To Speech

નર્મદાના કેવડિયા ખાતે આજે નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ઓલ ઓવર ઇન્ડિયાના લો મિનિસ્ટર અને લો સેક્રેટરીની કોન્ફરન્સ યોજાશે. ત્યારે યોજાવા જઈ રહેલ આ કોન્ફરન્સમાં PM મોદી વર્ચ્યુલી જોડાઈને કાયદા મંત્રી અને સચિવોને સંબોધન કરશે.

PM MODI- HUM DEKHENEGE
PM મોદી વર્ચ્યુલી જોડાઈને કાયદા મંત્રી અને સચિવોને સંબોધન કરશે.

કોન્ફરન્સમાં ભારતીય કાનૂની અંગેના અનેક વિષયો પર ચર્ચા થશે

દેશની કાનૂની કામગીરી અંગે આજે નેશનલ કોન્ફરન્સ યોજાઈ રહી છે જેમાં PM મોદી આ કોન્ફરન્સમાં દેશના વિવિધ કાયદા મંત્રીઓ અને સચિવો સાથે અનેક મુદ્દા પર ચર્ચા કરશે.એ સિવાય PM મોદી અખિલ ભારતીય પરિષદને પણ સંબોધિત કરશે. આ કોન્ફરન્સમાં ભારતીય કાનૂની તંત્રને લગતા તમામ મુદ્દાઓ પર વર્ચ્યુઅલી વાટાઘાટ કરવામાં આવનાર છે તેમજ બીજી તરફ ઈલેક્શનનો પણ માહોલ છે ત્યારે કાનૂની કાયદાને લઈને નાનામાં નાના મુદ્દા પર પણ ચર્ચા કરાશે. આ કોન્ફરન્સમાં પીએમની અધ્યક્ષતામાં નર્મદાના કેવડિયા ખાતે યોજાવા જઈ રહી છે.

19મીએ પીએમ મોદી ફરી ગુજરાત પ્રવાસે

ગુજરાતમાં ચુંટણી દોર ચાલી રહ્યો છે ત્યારે તાજેતરમાં જ પીએમ મોદીએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું અને જામકંડોરણામાં વિશાળ સભાને સંબોધન કર્યું હતું. જે બાદ હવે ફરી એકવાર તેઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આગામી 19મીએ PM મોદીની રાજકોટમાં સભા યોજાશે. આ પ્રવાસ દરમ્યાન PM મોદી રાજકોટમાં ભવ્ય રોડ શો પણ કરશે. ત્યારે રાજકોટમાં યોજાનાર PM મોદીના રોડ શોમાં થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે. PM મોદીનો રોડશો હવે લંબાવાયો છે. આગામી 19 ઓક્ટોબરે PM મોદી ગુજરાત પ્રવાસે આવવાના છે ત્યારે અહીં તેઓ રોડ શો કરશે. જેમાં પ્રથમ રોડ શો એરપોર્ટથી શાસ્ત્રી મેદાન સુધી યોજાશે. જ્યારે શાસ્ત્રી મેદાનથી ફરી રોડ શો શરૂ થઈને રેસકોર્સ સુધી યોજાશે. જે બાદ રેસકોર્ષ મેદાનમાં PM મોદી જાહેર સભાને સંબોધશે.

આ પણ વાંચો: ગોપાલ ઈટાલિયાનો વધુ એક VIDEO વાયરલ, હવે હિન્દુ સંસ્કુતી અને ધર્મગુુરુનુ કર્યુ અપમાન

Back to top button