ઉત્તર ગુજરાતગુજરાત

ઊંઘમાં મળ્યું દર્દનાક મોત, હિંમતનગરમાં પંખા સાથે છત ધરાશાયી થતા માતા-પુત્રી મોતને ભેટ્યાં

Text To Speech

હાલ ચોમાસાનો ત્રીજા રાઉમન્ડની શરુઆત થઈ ચૂકી છે.ત્યારે રાજ્યમાં અનેક જગ્યાએથી મકાન, વૃક્ષો, તેમજ છત ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવી જ વધુ એક ઘટના હિંમતનગરમાંથી સામે આવી છે. જેમાં સોમવારે રાત્રે ઘરમાં ઊંઘી રહેલા માતા-પુત્રી પર ચાલુ પંખા સાથે ઘરની છત ધરાશાયી થતા તેમના કરુણ મોત નિપજ્યાં હતા. આમ આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.

હિંમતનગરમાં પંખા સાથે છત ધરાશાયી

સાબરકાંઠાના હિંમતનગરમાં ઘરમાં ઊંઘી રહેલા માતા-પિત્રી પર ચાલુ પંખા સાથે છત પડતા બંનેના મોત નિપજ્યા હોવાની કરુણ ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ , હિંમતનગરના પોલો ગ્રાઉન્ડના મુસ્તફા મસ્જીદ રોડ પર આવેલી સર્વોદય સોસાયટી સામેના ઘરમાં રહેતા માતા-પુત્રી રાત્રે સુઈ રહ્યા હતા આ દરમિયાન ચાલુ પંખા સાથે ઘરની છત તેમના પર ધરાશાયી થઈ હતી, આ ઘટનામાં બંને જણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.

હિંમતનગર દુર્ધટના-humdekhengenews

હિંમતનગર બી-ડિવિઝન પોલીસે હાથ ધી કાર્યવાહી

આ ઘટના અંગે જાણ થતા જ આસપાસના લોકો અહીં દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108ને બોલાવી તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાંથી તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ આ માતા-દીકરીને મૃત જાહેર કર્યા હતા. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે હિંમતનગર બી-ડિવિઝન પોલીસે વધુ સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 આ પણ વાંચો : ગુજરાતમાં કુદરતી આફતમાં સાડા ત્રણ મહિનામાં મોતનો આંકડો જાણી રહેશો દંગ

Back to top button