ગુજરાતદક્ષિણ ગુજરાત

સાવરકુંડલામાં દિવાળીની અનોખી ઉજવણી, ઈંગોરીયાની લડાઈ જામે છે અહીં

Text To Speech

સાવરકુંડલામાં દિવાળીની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. દિવાળીના દિવસે છેલ્લા 7 દાયકાથી દિવાળીની રાત્રે ઈંગોરીયાની લડાઈ જામે છે. ત્યારે આ ઈંગોરીયાનું યુદ્ધ જોવા દૂર દૂરથી લોકો સાવરકુંડલા ખાતે આવે છે અને અહીં થતી ઉજવણીની દિપાવલી પર્વને એક માસ પહેલા ઈંગોરીયાને તેડી લાવે છે. અને પછી તેના ફટાકડા બનાવવામાં આવે છે. ત્યારે આ ફટાકડાને દિવાળીની રાત્રે ફોડીને આતશહબાજી કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાવરકુંડલાના યુવાનોએ એક બીજા ઉપર સળગતા ઈંગોરીયા ફેકી યુદ્ધ કરવામાં આવે છે.

savrkundla- hum dekhenge news
ઈંગોરીયાથી દિવાળીની રાત્રે એક બીજા પર ફેકી ઉજવણી કરવામાં આવે છે.

ઈંગોરીયા શું છે

ઈંગોરીયા તે એક ચીકું જેવું ફળ છે. જેનું વૃક્ષ આશરે આઠથી દસ ફૂટનું હોય છે. દિવાળી પહેલા એકાદ માસ પૂર્વે યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી ઈંગોરીયા શોધી વૃક્ષ પરથી તોડી તેને સુકવી દે છે. ત્યારબાદ ઉપરથી છાલને કાઢી નાખીને તેની અંદર કાણુ પાડી દારુ,ગંધર્ક, સુરોખાર અને કોલસાની ભૂકી ભરવામાં આવે છે. ત્યારબાદ નદીના માટીના પથ્થરના ભુક્કાથી એ કાણું બંધ કરવામાં આવે છે. ત્યારબાદ ઈંગોરીયું તૈયાર થઈ જાય છે.

ingoriya- hum dekhenge news
ઈંગોરીયા તે એક ચીકું જેવું ફળ છે.

70 વર્ષથી આ રીતે કરાય છે ઉજવણી

ત્યારે આ તૈયાર થયેલ ઈંગોરીયાથી દિવાળીની રાત્રે એક બીજા પર ફેકી ઉજવણી કરવામાં આવે છે. આ એક પ્રકારનુ યુદ્ધ છે જે લોકો ઈંગોરીયા એકબીજા પર ફેકીને લડે છે. ત્યારે આ ઘટનાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવચેતીના પગલા સ્વરુપે પોલિસ કાફલો તેમજ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ પણ સ્થળ પર તૈનાત કરવામાં આવે છે. ત્યારે લગભગ 70 વર્ષથી આ રીતે ઉજવણી કરી પરંપરાને જાળવવામાં આવી રહી છે .

આ પણ વાંચો: સૂર્યગ્રહણ: દિવાળીની ઉજવણી કર્યા બાદ આજે રાતથી લાગશે સૂર્યગ્રહણનો સુતક કાળ, જાણો સમય

Back to top button