ગુજરાતટોપ ન્યૂઝ

રોડ પર વ્હીકલની સ્પીડ વધારતા પહેલા આ જોઈ લેજો, રાજ્યમાં આજથી પોલીસ કરશે મેગા ડ્રાઈવ

Text To Speech

આજથી રાજ્યભરમાં એક માસની સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવવામા આવશે. જેમાં ઓવરસ્પીડ, સ્ટેટબાજોને વીણી વીણીને લોકઅપભેગા કરવામા આવશે. આ માટે ગત રાત્રે મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય , લો એન્ડ ઓર્ડર વડા નરસિંહ કોમાર અને આઈબી વડા અનુપમ સિંહ ગેહલોત દ્વારા રાજ્યભરના ટોચના અધિકારીઓએ આ મેગા ડ્રાઈવ કરવાના આદેશ આપ્યા છે. ખાસ કરીને રાત્રે આ ડ્રાઈવ યોજી નબીરાઓને સીધા કરવા આદેશ આપવામાં આવ્યા છે.

રાજ્યભરમાં 1 મહિના સુધી ચાલશે સ્પેશિયલ ડ્રાઈવ

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના બાદ પોલીસ ગુજરાત ટ્રાફિકના નિયમોને લઈ રાજ્યભરમાં મેગા ડ્રાઈવ યોજવા જઈ રહી છે. આજથી સરકાર દ્વારા 1 મહિના સુધી આ મેગા ડ્રાઈવનું ચાલશે છે. જેમાં ખાસ કરીને ઓવરસ્પીડ,સ્ટંટ બાજ વિરુદ્ધ રાજ્યભરમાં મેગા ડ્રાઈવ ચાલશે. પણ નિયમો તોડશે તેને ગાડી સીધી પોલીસ સ્ટેશને મુકી દેવામા આવશે અને કાયદેસરની કાર્યવાહી કરાશે અને તેમાં કોઈ પણ પ્રકારની ભલામણ ચાલશે નહીં. કેમકે બીજા તાલુકા અને જિલ્લાની પોલીસ આપણા તાલુકામાં રહેશે અને આપણા તાલુકાની પોલીસ બીજ તાલુકામાં રહેશે.

ટ્રાફિક નિયમો-humdekhengenews

DGPએ આપ્યો કડક આદેશ

રાજ્ય પોલીસ વડાએ આદેશ આપ્યો છે કે એક મહિના સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ટ્રાફિકના નિયમોને લઈને પોલીસ સ્પેશ્યલ ડ્રાઈવ યોજી ઓવર સ્પીડ, સ્ટંટબાજોને પકડવા, લાયસન્સ, હેલમેટ, સિગ્નલ તોડવા અને રોંગ સાઈડ વાહન ચલાવવા સહિતના ટ્રાફિકના નિયમોને લઈને કડક કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો : ઈસ્કોન બ્રિજ અકસ્માત : તથ્ય પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે આપ્યા મહત્વના આદેશ

Back to top button