ધર્મનેશનલ

આધ્યાત્મિક નગરી વારાણસીને આધુનિક સ્પર્શ

Text To Speech

વારાણસીઃપ્રાચીન નગરી વારાણસી સૌથી પવિત્ર તીર્થસ્થાન માનવામાં આવે છે અને અહીં ગંગા નદીના કાંઠે કેટલાક ખ્યાતનામ મંદિરો આવેલા છે. કાશી વિશ્વનાથ મંદિર અને સંકટ મોચન મંદિર આ નગરીમાં આવેલા બે મુખ્ય મંદિર છે. ભારતમાં ભવ્ય વારસો ધરાવતી આ નગરીમાં ગંગા મહોત્સવની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મત વિસ્તાર વારાણસીના સર્વાગી વિકાસ માટે સતત કામ કર્યું છે. અને અન્ય સાંસદો માટે પોતાના વિસ્તારના વિકાસ માટે દાખલો બેસાડ્યો છે. તેમની દૂરંદેશીતા અને આગેવાનીને પગલે વારાણસી છેલ્લાં કેટલાક વર્ષોમાં વિશ્વ કક્ષાનાં શહેર તરીકે ઊભર્યું છે.વારાણસી આધુનિક શહેર તરીકે ઊભરી રહ્યું છે,ત્યારે તેની પરંપરાગત ઓળખ જાળવી રાખવા માટે પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે.તેમનાં સંકલ્પો અને પ્રયાસોને કારણે કાશીવાસીઓના જીવનધોરણમાં સુધારો થયો છે એટલું જ નહીં, પણ સાંસદ તરીકે પોતાના સંસદીય વિસ્તારનો વિકાસ કઈ રીતે કરાય તેની પણ શીખ આપી છે. કાશી વિશ્વનાથના ભક્ત નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય વિસ્તારને વિકાસનું મોડલ બનાવ્યું છે એટલું જ નહીં, કાશી સહિત સમગ્ર દેશને નવી દિશા આપી રહ્યા છે.

કાશીને વિકાસનો ‘રુદ્રાક્ષ’મળ્યો
વારાણસી ગીત-સંગીત, ધર્મ-આદ્યાત્મ અને જ્ઞાન-વિજ્ઞાનનું મોટું વૈશ્વિક કેન્દ્ર બની રહ્યું છે. તેનું ઉદાહરણ છે રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર, જ બૌધ્ધિક ચર્ચા, મોટાં સેમિનાર, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેનું આદર્શસ્થળ બનવા જઈ રહ્યું છે. આ નવું કેન્દ્ર બન્યા પછી વિશ્વભરના કલા જગતના લોકો વારાણસીને પ્રાથમિકતા આપશે અને તે સાંસ્કૃતિક આદાન પ્રદાનનાં કેન્દ્ર તરીકે પણ ઊભરી આવશે. સિગરા વિસ્તારમાં 2.87 હેક્ટર જમીનમાં બનેલા આ સેન્ટરમાં 108 રૂદ્રાક્ષ બેસાડવામાં આવ્યા છે અને તેની છત શિવ લિંગ આકારની બનાવવામાં આવી છે. રાત્રે સમગ્ર બિલ્ડીંગ એલઇડી લાઇટ્સથી ઝળહળી ઉઠે છે.વીતેલાં છ-સાત વર્ષોમાં વારાણસીની શિલ્પકલાને મજબૂત કરવાની દિશામાં જે કામ થયું છે તેનાથી બનારસી સિલ્ક અને બનારસી શિલ્પને ફરીથી નવી ઓળખ મળી છે.આ કેન્દ્ર શહેરમાં વ્યાવસાયિક પ્રવૃત્તિઓને વેગ આપવામાં પણ મહત્વનું સાબિત થઈ રહ્યું છે.

પૂર્વાચલનું મેડિકલ હબ બની રહ્યું છે કાશી
વિકાસની યોજનાઓ અને તેની ગતિથી વારાણસી હવે પૂર્વાંચલનું મેડિકલ હબ બની રહ્યું છે. ગણતરીના વર્ષોમાં મેડિકલ કોલેજોની સંખ્યા ચાર ગણી થઈ ગઈ છે. એક સમયે
જે રોગની સારવાર માટે દિલ્હી કે મુંબઇ જવું પડતું હતું તેની સારવાર હવે વારાણસીમાં પણ થઈ શકે છે. અહીંના આરોગ્ય માળખામાં નવી સુવિધાઓ વધી રહી છે. છેલ્લાં સાત વર્ષથી કાશી પોતાની મૂળ ઓળખ જાળવી રાખીને વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યું છે.

ગંગાના ઘાટ આધુનિક બની રહ્યા છે
સારી સુવિધાઓ, સારી કનેક્ટિવિટી, સ્વચ્છ ગલીઓ અને ઘાટ-પૌરાણિક કાશીનો આ નવો ચહેરો છે.ગંગા ઘાટ પર થતી ગંગા આરતી અને કાશી વિશ્વનાથ મંદિરમાં થતી આરતીને
મોટી સ્ક્રિન્સ દ્વારા સમગ્ર શહેરમાં તેનું પ્રસારણ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગંગામાં રો-રો સેવા અને ક્રુઝ બોટનું સંચાલન શરૂ થઈ છે.કાશીને મળી રહેલી આ ભેટો અને પૂરા થયેલા પ્રોજક્ટને કારણે શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી જેવી સુવિધાથી કાશીવાસીઓનું જીવન સરળ બન્યું છે, તો બીજી બાજુ પર્યટનને પણ પ્રોત્સાહન મળ્યું છે.

કાશી અને બનારસ તરીકે જાણીતું વારાણસી શહેર ગંગાના કિનારે વસેલું વિશ્વનું સૌથી જૂનું શહેર માનવામાં આવે છે, વારાણસી શહેર હિન્દુઓનું મુખ્ય તીર્થ સ્થળ છે, જ્યાં માત્ર દેશ જ નહીં પણ વિદેશથી પણ લાખો લોકો પ્રવાસીઓ અહીંની સંસ્કૃતિને સમજવા, માણવા આવે માટે આવે છે, અને અહીં દેશના 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે કાશી વિશ્વનાથ મંદિર અને વારાણસીને અડીને સારનાથ મંદિર છે જ્યાં ભગવાન ગૌતમ બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ આપ્યો હતો, આ સિવાય કુલ 84 ઘાટ છે, જેમાં મણિકર્ણિકા ઘાટ, અસ્સી ઘાટ અને દશાશ્વમેધ ઘાટ મંદિરો અને ઘાટો સિવાય સૌથી પ્રખ્યાત અને પવિત્ર ઘાટ છે. અહીંના લોકો માટે ખૂબ જ પ્રિય શહેર છે કે બનારસી સાડીઓ અને બનારસી પાન દેશભરમાં પ્રખ્યાત છે. જો આપ ક્યારેક વારાણસી જાઓ તો આ તમામ સ્થળોની અવશ્યપણ મુલાકાત લેજો.

Back to top button