ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટથી થઇ ભૂલ; CJIને ખબર પડી તો તરત જ બદલ્યો નિર્ણય

નવી દિલ્હી: જ્ઞાનવાપી કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટેથી એક ભૂલ થઈ ગઈ હતી. સુનાવણી દરમિયાન અન્ય કોઈ અરજીનો ઉકેલ લાવવાનો હતો અને ભૂલથી બીજી અરજી નિશાના પર આવી ગઈ. એડવોકેટે આ બાબત સીજેઆઈ ડીવાઈ ચંદ્રચૂડના સંજ્ઞાનમાં લાવ્યા તો તેઓ પોતે પણ આશ્ચર્યચકીત થઈ ગયા. તેમણે રેકોર્ડ ચેક કરાવ્યો અને પછી ભૂલને માનતા તેમને મસ્જિદ કમેટીની અરજીને ફરીથી પુનઃસ્થાપીત કરવાનો આદેશ આપ્યો હતો.

એક અહેવાલ મુજબ, સર્વોચ્ચ અદાલતે બુધવારે જ્ઞાનવાપી સમિતિની અરજીને પુનઃસ્થાપિત કરી જેનો તેણે અજાણતામાં 24 જુલાઇએ મસ્જિદ પરિસરમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના કામ પર રોક લગાવી દીધી હતી. એએસઆઈ એ જાણવા માટે સર્વે કરી રહ્યા હતા કે શું મસ્જિદ પહેલા મંદિર પર બનેલી છે કે કેમ.

ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે જ્ઞાનવાપી મસ્જિદની અંજુમન ઈન્તેજામિયા મેનેજમેન્ટ કમિટી વતી હાજર રહેલા વકીલ હુફેઝા અહમદીની અરજી પર ધ્યાન આપ્યા બાદ આ નિર્ણય આપ્યો હતો. સુનાવણીની છેલ્લી તારીખે કોર્ટે ASIના કામ પર સ્ટે મૂકવાની તેમની વચગાળાની અરજીને બદલે મુખ્ય અરજીનો નિકાલ કરી દીધો હતો.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું- અમને કોઈ વાંધો નથી

ઉત્તર પ્રદેશ સરકાર અને ASI વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે તેમને મસ્જિદ સમિતિની વિશેષ પરવાનગી અરજીને પુનઃસ્થાપિત કરવા સામે કોઈ વાંધો નથી. મસ્જિદ સમિતિએ તેની મુખ્ય અરજીમાં વારાણસી જિલ્લા કોર્ટને સિવિલ પ્રોસિજર કોડના નિયમ 8 11 (c) હેઠળ હિંદુ પક્ષના દાવાને ફગાવવાની વિનંતી કરી છે.

જ્ઞાનવાપી કેસ મુદ્દે હાલમાં દેશભરમાં ચર્ચા થઇ રહી છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી આ મામલે એક યા બીજા કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન આ ભૂલ કરી હતી. હાલમાં મસ્જિદ સંકુલના સર્વેને લઈને નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ભારે હંગામો થયો છે.

ઉલ્લેખનિય છે કે, જ્ઞાનવાપી કેસને લઈને હિન્દૂ અને મુસ્લિમ પક્ષ પોતાની બધી જ શક્તિ લગાવી રહ્યાં છે. જોકે, બુદ્ધિજીવીઓ આને રાજકારણમાં ફાયદો ઉઠાવવા માટે રાજકીય પાર્ટીઓ થકી જ આ કેસને ઓપરેટ કરવામાં આવી રહ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ કેસ થકી હિન્દૂ-મુસ્લિમોમાં ખાઈને વધારે ઉંડી કરીને રાજકીય ફાયદો ઉઠાવવાનું કામ કરવામાં આવી રહ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો-સંસદમાં મણિપુર હિંસા પર હોબાળો થવાની સંભાવના; બીજેપી સાંસદે કહ્યું- મણિપુરની આ હાલત નહેરુના કારણે

Back to top button