ગુજરાતટોપ ન્યૂઝ

ઉનાળામાં માવઠું: અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં મીની વાવાઝોડુ ફુકાયું

Text To Speech

અમરેલી: રાજ્યમાં હાલ લોકો ઉનાળાના આકરા તાપમાં તપી રહ્યા છે.તેની વચ્ચે ધરતીપુત્રોની કમોસમી વરસાદે ચિંતા બમણી કરી દીધી છે. કાળજાળ ગરમીની વચ્ચે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં મીની વાવાઝોડુ ફુંકાયુ હતુ. સાવરકુંડલાના આદસંગ,થોરડી અને ઘનશ્યામનગર સહિતના ગામોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ખાંભા તાલુકાના ભાણીયા,નાનુડી,પીપળવા ગામમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. કેટલીક જગ્યાએ ભારે પવનના કારણે પતરા અને છાપરા ઉડ્યાની ઘટનાઓ બની હતી.

માવઠાથી જગતનો તાત ચિંતામાંઃ ભર ઉનાળે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારમાં તો ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. માવઠાના કારણે ઉનાળું પાકનું વાવેતર કરનારા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. જોકે હવામાન વિભાગે હજુ પણ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. નોંધનીય છે કે આજે, અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં આજે બપોરે પલટો જોવા મળ્યો હતો. 42 ડિગ્રીના આકરા તાપ વચ્ચે કમોસમી વરસાદ વરસાત લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. બપોરના સમયે ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ વરસતા ઉનાળુ પાકોનું વાવેતર કરનારા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો હતો.

કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિઃ ઉનાળો આવે એટલે સૌ કોઈને કેરીની યાદ આવે પણ આ વખતે કમોસમી વરસાદને લીધે કેરીના ભાવે વધવાની શક્યતા છે. કમોસમી વરસાદથી ખેડૂતોને ઉનાળુ પાકોની સાથે કેરીના પાકની પણ ચિંતા આવી પડી છે કારણ કે કેરીના ભાવ કમોસમી વરસાદના કારણે ખુબ ઊંચા જવાની ભીતિ સેવાય રહી છે. માવઠાથી આંબાઓ ઉપર કેરીના પાકને વ્યાપક નુકસાન થતા ચાલુ સિઝનમાં હાફૂસ, કેસર, લંગડો, બદામ કેરીના ભાવો વધે તો નવાઈ ન નહીં. ઉનાળાના આકરા તાપની વચ્ચે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. જયારે ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો પોતાના પશુ માટે રાખેલ ઘાસચારો સહીત ખુલામાં રાખેલ હોય તેને લઇને પણ દોડધામ મચી જવા પામી હતી. જોકે માત્ર આ વરસાદ ગણતરીની સેકંડો અને મિનિટો પૂરતો જ પડ્યો હતો પરંતુ અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદનો રાઉન્ડ ખેડૂતોની મુશ્કેલી વધારીને ગયો છે.

કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાનની થવાની ભીતિ

મગ,તલ,બાજરો સહિતના પાકને ભારે નુકસાનની સંભાવના
અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ભરઉનાળે માવઠાને પગલે વાડી ખેતરોમા તૈયાર કરાયેલ પાક પર વરસાદ પડતા ખેડૂતોને નુકશાન થયુ હતુ.તો કેરી, તલ, બાજરી, મગ સહિતના ઉનાળુ પાકને પણ નુકશાન થયુ થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

Back to top button