લાઈફસ્ટાઈલહેલ્થ

હળવો માથાનો દુખાવો એ માઈગ્રેનની શરૂઆત તો નથી ને ? જાણો આ લક્ષણો પરથી

Text To Speech

સામાન્ય રીતે દરેક વ્યક્તિને માથાના દુખાવાની સમસ્યા હોય છે. પરંતુ મોટા ભાગના લોકો, જ્યારે તેમને માથાનો દુખાવો થાય છે, ત્યારે તેઓ દવા ખાઈ લે છે. કેટલાક લોકો એવા હોય છે જે દરરોજ થતા હળવા માથાના દુખાવા અવગણે છે. ચક્કર આવવું, આંખોની સામે અંધારું આવવું કે ગરદનમાં દુખાવો થવો એ પણ માઈગ્રેનના શરૂઆતના લક્ષણો હોઈ શકે છે. હા, માથાના દુઃખાવાને નાની સમસ્યા ગણવી એ તમારી ભૂલ પણ સાબિત થઈ શકે છે, કારણ કે તે પછીથી માઈગ્રેન બની શકે છે. આ લેખ દ્વારા, અમે તમને જણાવીશું કે માઇગ્રેનના પ્રારંભિક લક્ષણો શું છે અને તમે તેને ઘરે કેવી રીતે ઈલાજ કરી શકો છો.

આ પણ વાંચો : જાણો રાત્રે સુતા સમયે ગીતો સાંભળવા કેટલા છે યોગ્ય ? 

હળવો માથાનો દુખાવો એ માઈગ્રેનની શરૂઆત તો નથી ને ? જાણો આ લક્ષણો પરથી -humdekhengenews

સતત માથાનો દુખાવો થવાની સમસ્યા ગંભીર બની શકે છે. ધ્યાનમાં રાખો કે માઇગ્રેનમાં દુખાવો ખૂબ જ તીવ્ર હોય છે. જે નિયંત્રણમાં આવતું નથી. હમણા માથું ફૂટી જશે તેવું લાગે છે. આ દુખાવો થોડા કલાકો સુધી સતત રહે છે અને ક્યારેક આ દુખાવો ઘણા દિવસો સુધી રહે છે. આ દર્દની ખાસિયત એ છે કે તેમા ઉલ્ટી, ગભરાટ, ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓ છે. આ માથાના દુખાવામાં ઘણીવાર ચક્કર પણ આવે છે. જો તમને પણ આવા જ લક્ષણો હોય તો તરત જ ડોક્ટર પાસે તપાસ કરાવો. માઈગ્રેન વધારે વધી ન જાઈ એટલા માટે ડૉક્ટર પાસે તપાસ કરાવવી જરૂરી છે.

આ પણ વાંચો : શું તમે પણ શિયાળામાં શરીરનો દુખાવો થાય છે ? તો અપનાવો આ ટિપ્સ

હળવો માથાનો દુખાવો એ માઈગ્રેનની શરૂઆત તો નથી ને ? જાણો આ લક્ષણો પરથી -humdekhengenews

આ લક્ષણોથી પડશે ખબર

ક્યારેક માથાનો દુખાવો ભૂખ્યા રહેવાને કારણે પણ થાય છે. તેમજ વઘુ તડકામાં કે વધુ પડતા હવાના સંપર્કને કારણે પણ માથાનો દુખાવો શરૂ થઈ શકે છે. જો તમને દુખાવાની સમસ્યા હોય તો તમે તેમાં ચા પણ પી શકો છો. નિયમિત રીતે ધ્યાન પણ કરો. વધુ ને વધુ પાણી પીવાનુ રાખો અને ઓછામાં ઓછી દવાઓ લો. એવું પણ જોવામાં આવે છે કે તે પુરુષો કરતાં સ્ત્રીઓને વધુ થાય છે. એટલા માટે મહિલાઓ નિયમિતપણે કસરત કરે અને શક્ય તેટલી સકારાત્મક ઉર્જા લે તે જરૂરી છે.

Back to top button