ગુજરાત

ભાવનગર જિલ્લામાં રખડતા ઢોરના કારણે આધેડનું મોત

Text To Speech

ભાવનગરના ખોડીયાર મંદિર પાસે આવેલા ભોજપરા ગામમાં રહેતા આધેડ કાંતિભાઈ પરસોત્તમભાઈ ખેરાળા ઉંમર 51 વર્ષને ખુટીએ ઢીક મારતા સારવાર દરમિયાન મોત થયુ છે.

આ પણ વાંચો: પોલીસ હવે વ્યાજખોરોના ભરડામાં ફસાયેલા લોકોને બચાવશે, હર્ષ સંઘવીએ આપ્યો મહત્ત્વનો આદેશ

સરકારી હોસ્પિટલમાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ

કાંતિભાઈ રોજિંદા પ્રમાણે નોકરી ઉપરથી આવી રહ્યા હોય તે દરમિયાન ગામના પાદરમાં પહોંચતા બે આખલાનું યુદ્ધ ચાલુ હતુ. તે દરમિયાન અચાનક પાછળથી આખલો આવી અને કાંતિભાઈને અડફેટે લીધા ઉપરાંત આખલા દ્વારા કાંતિભાઈની ઉપર માથાના ભાગે તથા પગના ભાગે વાર કરેલ જેને લઇ તેઓને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગર પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતુ.

આ પણ વાંચો: ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનોને મળશે આ નવી સુવિધા

પરિવાર તંત્ર પાસે ન્યાયની માંગ કરી રહ્યું છે

કાંતિભાઈને સંતાનમાં એક દીકરો અને એક દીકરી જ્યારે કાંતિભાઈ મજૂરી કામ કરતા હોય દીકરો છે. જે હીરા ઘસતો હોઇ પરિસ્થિતિ ઘરની નબળી છે. ત્યારે અચાનક આવુ મૃત્યુ થતા ઘર પર આભતૂટી પડેલ છે. તથા પોતાના દીકરા ઉપર જવાબદારી આવી જતા દીકરા દ્વારા સરકાર પાસેથી સહાયની અપેક્ષા રાખવામાં આવી છે. ઉપરાંત આજ સુધી કોઈ અધિકારીએ મુલાકાત પણ નથી લીધેલ કે કોઈ સહાય મળેલી નથી. તેથી ગરીબ પરિવારના ઘર પર આભ તૂટી પડ્યું છે. જેમાં પરિવાર તંત્ર પાસે ન્યાયની માંગ કરી રહ્યું છે.

Back to top button