ગુજરાતટોપ ન્યૂઝ

ભાજપના સાંસદોને દિલ્હીનું તેડૂ, નરેન્દ્ર મોદી અને અમિત શાહની હાજરીમાં યોજાશે બેઠક !

Text To Speech

ગુજરાત ભાજપના તમામ સાંસદોને મંગળવારે દિલ્હી હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આવતીકાલે સાંજે 4.30 કલાકે ભાજપ અધ્યક્ષ સી આર પતિલની અધ્યક્ષતામાં આ સાંસદોની બેઠક યોજાશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ હજાર રહેવાના છે. આ બેઠકમાં ગુજરાત ભાજપના તમામ 26 સાંસદો અને રાજ્યસભાના સાંસદો પણ આ બેઠકમાં હજાર રહશે.

આ પણ વાંચો : CM ગેહલોતના OSD લોકેશ શર્મા મોટી મુશ્કેલીમાં, ક્રાઈમ બ્રાન્ચે ફરી પૂછપરછ માટે બોલાવ્યા !
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકસભા 2024 ની ચુંટણી આવતા વર્ષે યોજવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ ચુંટણીની તૈયારીમાં લાગી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ દ્વારા આ બેઠકમાં કેટલાક સાંસદોણે મહત્વપૂર્ણ જવાબદારી પણ સોંપવામાં આવે તેવી અટકળો થઈ રહી છે. હમણાં થોડા સમય અગાઉ પણ એવી માહિતી સામે આવી હતી કે ચાલુ સંસદોમાંથી 22 જેટલા સાંસદોની ટિકિટ પણ 2024 માં કપાઈ શકે છે ત્યારે આ બેઠકમાં તે અંગે પણ ચર્ચા થઈ શકે છે. ગઇકાલની જ વાત કરવામાં આવે તો મુખ્યમંત્રીના નિવસ્થાને પણ કેન્દ્રીય ભાજપ મંત્રી, સી આર પાટીલ, રત્નાકર અને ભૂપેન્દ્ર પટેલની બંધ બારણે એક બેઠક થઈ હતી.

Back to top button