ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં ભારતી આશ્રમના વિવાદ મામલે ઋષિ ભારતીબાપુના સમર્થનમાં બેઠક યોજાઇ

  • ઋષિ ભારતીબાપુ લંબે નારાયણ આશ્રમ પહોંચ્યા હતા
  • હરિહરાનંદ ભારતી આશ્રમના ગાદીપતિ હોવાનો દાવો
  • ઋષિ ભારતીબાપુને અપમાનિત કરવા મુદ્દે બેઠકમાં ચર્ચા

અમદાવાદમાં ભારતી આશ્રમના વિવાદ મામલે ઋષિ ભારતીબાપુના સમર્થનમાં બેઠક યોજાઇ છે. જેમાં વિશ્વેશ્વરી ભારતી પર લાગેલા આક્ષેપ પર મોટો ખુલાસો થયો છે. તેમજ હરિહરાનંદ ભારતી આશ્રમના ગાદીપતિ હોવાનો દાવો છે. જેમાં વિશ્વેશ્વરી ભારતીએ જણાવ્યું છે કે મારા માટે હરિહરાનંદ ગુરુ છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં સિઝનનો 134 ટકા વરસાદ થઈ ગયો, હજુ અડધું ચોમાસુ બાકી

ઋષિ ભારતીબાપુ લંબે નારાયણ આશ્રમ પહોંચ્યા હતા

અમદાવાદના સરખેજમાં આવેલ ભારતી આશ્રમનો વિવાદ યથાવત્ રહ્યો છે. જેમાં ઋષિ ભારતીબાપુના સમર્થનમાં બેઠક યોજાઇ છે. તેમાં ઋષિ ભારતીબાપુ લંબે નારાયણ આશ્રમ પહોંચ્યા હતા. જેમાં લંબે નારાયણ આશ્રમમાં સાધુ – સંતોની બેઠક યોજાઇ છે. તેમાં ઋષિ ભારતીબાપુને અપમાનિત કરવા મુદ્દે બેઠકમાં ચર્ચા થઇ છે. લંબે નારાયણ આશ્રમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે વિશ્વેશ્વરી ભારતી બાળકીને સાથે લઇને આવ્યા છે. વિશ્વેશ્વરી ભારતી પર લાગેલા આક્ષેપ પર ખુલાસો થયો છે. જેમાં ભારતી આશ્રમના રૂમમાંથી દીકરીનો ફોટો મળ્યો હતો. જેમાં ફોટો વિશ્વેશ્વરી ભારતીની દીકરીનો ન હોવાનો ખુલાસો થયો છે. વિશ્વેશ્વરી ભારતીના ભાઈની દીકરીનો ફોટો હોવાનો ખુલાસો થયો છે. રડતા રડતા વિશ્વેશ્વરી ભારતીના ખુલાસા સામે આવ્યા છે. જેમાં જણાવ્યું છે કે મેં સેવા માટે બાપ વિનાની દીકરીની સેવા કરી છે.

વિશ્વેશ્વરી ભારતીએ વધુમાં જણાવ્યું છે કે રમકડાં આ દીકરીના છે

વિશ્વેશ્વરી ભારતીએ વધુમાં જણાવ્યું છે કે રમકડાં આ દીકરીના છે. મારા માટે હરિહરાનંદ ગુરુ છે. એ ગુરુ આ રીતે કરે તે યોગ્ય નહી. દીકરીને હું સંસ્કાર આપીને મોટી કરું છું. મારે કોઈના વિશે કઈ કહેવું નથી તેમ કહી વિશ્વેશ્વરી ભારતીએ તેમની વાત પૂર્ણ કરી છે. જેમાં ભારતી આશ્રમનો વિવાદ યથાવત્ રહ્યો છે. ઋષિ ભારતી બાપુને બદનામ કરવાનું ષડયંત્ર છે. જેમાં અખાડો અમારો પરિવાર, તે કહેશે તેમ કરીશુ. તેમજ ઋષિ ભારતીએ જણાવ્યું છે કે આ વિવાદ જમીનનો નહીં, અસ્તિત્વનો છે. મારા પર વ્યક્તિગત આક્ષેપ લગાવાયા છે. આક્ષેપ અંગે માતાજીએ સ્પષ્ટતા કરી છે. એ રૂમ માતાજીનો હતો, મારા રૂમની કોઈ વાત નથી. હરિહરાનંદ ભારતીને મારે સીધો પ્રશ્ન છે. કેમ જૂનાગઢ ભારતી આશ્રમનો વિવાદ ઉભો નથી થતો. જૂનાગઢ આશ્રમના મહંત એમના સમાજના છે. તેમને સ્વતંત્ર રીતે વહિવટ સોંપવામાં વાંધો નથી. તો પછી અમદાવાદના આશ્રમને લઇને જ કેમ વિવાદ થયા છે.

Back to top button