ગુજરાતટોપ ન્યૂઝ

પશુઓમાં લમ્પી સ્કિન ડિસીઝને પગલે રાજ્ય સરકાર એલર્ટ, મુખ્યમંત્રીએ બોલાવી બેઠક

Text To Speech

રાજ્યમાં પશુઓમાં ખુબ જ ઝડપથી લમ્પી નામનો વાયરસ ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેને પગલે ખળભળાટ મચી ગયો છે. આ વાયરસથી સંક્રમિત પશુઓ મોતને ભેટી રહ્યા છે. જેને પગલે પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. લમ્પી વાયરસના કહેરને પગલે પશુપાલન વિભાગે તાત્કાલિક બેઠક બોલાવી અને બેંગ્લોરથી રસીના ડોઝ મંગાવ્યા છે. ત્યારે હવે વધતા જતા કેસને પગલે રાજ્ય સરકાર એક્શન મોડમાં જોવા મળી છે.

પશુઓમાં ‘લમ્પી’ વાયરસનું જોખમ

લમ્પી વાયરસનો કહેર 

લમ્પી વાયરસના વધતા કેસને પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા છે. લમ્પી વાયરસ મામલે તેઓ આવતીકાલે  કૃષિમંત્રી રાઘવજી પટેલ, મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે બેઠક કરશે. બેઠકમાં આ વાયરસને કેવી રીતે રોકવો અને શું પગલા લેવા તે અંગેની ચર્ચા કરવામાં આવશે. મહત્વનું છે કે ગુજરાતના 12 જિલ્લામાં લમ્પી વાયરસના કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે.

શું છે લમ્પી વાયરસના લક્ષણો ?

લમ્પી સ્કીન ડિસીઝ એક વાયરસ જન્ય રોગ છે. જેનો ફેલાવો મચ્છર, માખી, જૂ, ઇતરડી વગેરે દ્વારા તથા રોગિષ્ઠ પશુ સાથે સીધો સંપર્ક, દૂષિત ખોરાક અને પાણીથી પણ ફેલાય છે. પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવવું, મોઢામાંથી લાળ પડવી, આખા શરીરે ગાંઠો જેવા નરમ ફોલ્લા થવા, પશુનું દૂધ ઉત્પાદન ઘટવું તથા ખાવાનુ બંધ કરવું કે ખાવામાં તકલીફ પડવી વગેરે આ રોગના લક્ષણો છે. અમુક સંજોગોમાં ગાભણ પશુ તરવાઇ જાય અને ક્યારેક મૃત્યુ પણ પામે છે.

Back to top button