ઉત્તર ગુજરાતગુજરાતવિશેષ

ભાભર ખાતે જિલ્લાનાં પ્રતિનિધિઓની યોજાઈ બેઠક, સહાયની માગણી નહિ સંતોષાયતો અપનાવશે આંદોલનનો માર્ગ

Text To Speech

પાલનપુર : બનાસકાંઠાની જલારામ ગૌશાળામાં ભાભર ખાતે જીલ્લાનાં પ્રતિનિધિઓની સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં તા.07 સપ્ટે.’22 નાં રોજ ભાભર ખાતે ગુજરાતભરના તમામ ગૌશાળા પાંજરાપોળોના સંચાલકો ગૌમાતા અધિકાર માટે વિશાળ સંમેલનનું આયોજન કરીને નવી રણનીતિની જાહેરાત કરવામાં આવશે.

ગુજરાત માનવસેવા એ પશુસેવા માટે અગ્રેસર છે. રાજ્યમાં 1700 ગૌશાળા, પાંજરાપોળોમાં 4.5 લાખ જેટલા ગૌવંશ સહિતના અન્ય પશુઓની સેવા કરવામાં આવે છે. આ સંસ્થાઓ દાન અને દાતાઓના સહયોગથી ચલાવામાં આવે છે. જયારે છેલ્લા 5 વર્ષમાં અનેક કારણોસર આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી આ સંસ્થાઓને મળતું દાન ઘટી જતાં સંસ્થાઓ આર્થીક મુશ્કેલીઓમાં આવતા સરકાર પાસે સહાયની અપેક્ષા સાથે માંગણીઓ કરી હતી.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી રૂ 500 કરોડની જોગવાઈ

જેમાં ગુજરાત સરકાર દ્વારા અછત અને કોરોના જેવા સમયમાં આંશિક સહાય પ્રાપ્ત થઇ હતી. વર્તમાન પરીસ્થિતિમાં ફક્ત સમાજ અને દાનદાતાઓનાં સહયોગથી ચાલે શકય નથી. ત્યારે સરકાર પણ આ સંસ્થાઓને સહાય કરે તે માટે સરકારમાં રજૂઆત થતાં સરકારે વર્ષ ૨૦૨૨-૨૩નાં બજેટમાં મુખ્મંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રૂ.500 કરોડની જોગવાઈ કરી હતી.

બનાસકાંઠા

આ જાહેરાતમાં જણાવવામાં આવ્યું હતું કે, આ રૂ.500 કરોડમાંથી ગુજરાતની 1700 જેટલી ગૌશાળા પાંજરાપોળોમાં આશ્રિત 4.5 લાખ ગૌવંશ સહિતના અબોલજીવોને પ્રતિપશુ પ્રતિદિન રૂ.30 લેખે આપવામાં આવશે. આ પ્રકારની જાહેરાત થતાં સંચાલકોઓમાં આનંદની લાગણી છવાઈ હતી. જયારે બજેટમાં યોજની જાહેરાત કર્યા બાદ સરકાર તરફથી કોઇપણ કાર્યવાહી હાથ ન ધરાઈ હોવાનુ સંચાલકોને ધ્યાને આવતા બનાસકાંઠા સહીત ગુજરાતનાં ગૌભકતો,સંચાલકો અને વિવિધ સંગઠનનાં પ્રતિનિધિઓ સરકારને લેખિત,મૌખિક વારંવાર રજુઆતો કરી તેમ છતાં પરિણામ ન મળ્યું ત્યારે આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં સરકાર દ્વારા કોઈ પગલાં ન લેવાતાં સંચાલકોમાં ભારે રોષ છવાયો છે.

બનાસકાંઠા
ભાભર ખાતે જિલ્લાનાં પ્રતિનિધિઓની યોજાઈ બેઠક

ભાભર ખાતે મળેલી આ બેઠકમાં અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કર્યા બાદ અંતે નિર્ણય કરવામાં આવ્યો હતો કે, તા.07 સપ્ટે. 22નાં રોજ ભાભર ખાતે સમગ્ર ગુજરાતની તમામ ગૌશાળા પાંજરાપોળોના સંતો-મહંતો, ગૌભકતો, સંસ્થાનાં સંચાલકોનુ વિશાળ સંમેલનમાં જેમાં 10 હજાર કરતા વધું ગૌભકતો અને સંચાલકોની ઉપસ્થિતિ રહે તેવું આયોજન કરાશે. ઉગ્ર આંદોલન બાબતે નિર્ણય લેવામાં આવશે તેવું સંચાલકોએ જણાવામાં આવશે તેમ જણાવામાં આવ્યું હતું.

Back to top button