અમદાવાદગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

ગૃહ મંત્રી અમિત શાહ એક્શન મોડમાં, આજે ફરી ગુજરાતની મુલાકાતે

Text To Speech

ચુંટણીનુ કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયુ છે ત્યારે હવે અનેક પાર્ટીઓ ધ્વારા તાડમારથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ભાજપ એક્શન મોડ માં આવી ગયુ છે. અને તેમાય હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહ પણ હવે ફરીથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે હમણા એક દિવસ પહેલા જ અમિત શાહ ધ્વારા ગુજરાત ગૌરવ યાત્રા નો પ્રારંભ કરાવામાં આવ્યો હતો. તે બાદ હવે ફરીથી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

ગૃહ મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે

ભાજપ આવનાર ઈલેક્શનને લઈને સપુર્ણ રીતે સજ્જ છે. ત્યારે શુક્રવારે મોડી સાંજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ભાજપના કોર ગ્રુપની બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, સંગઠન મંત્રી હાજર રહ્યા હતા. ત્યારે હવે ફરીથી આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે આવતા ભાજપ એકદમ થી એક્શન મોડમાં આવી ગઈ છે.

અમિત શાહની પાર્ટીના આગેવાનો સાથે બેઠક

જે રીતે આમ આદમી પાર્ટી એ ગુજરાત માં પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે તે જોતાં લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી પણ હવે પોતાનો એક્શન પ્લાન એક્સીક્યુટ કરવા એકદમ રેડી છે. અમિત શાહ આજે સાંજે શ્રી કમલમ ખાતે NRI, NRG ની સાથે અભિવાદન કરશે અને સાંજનું ભોજન તેમના સાથે લઈ અને ત્યાર બાદ પાર્ટી ના આગેવાનો સાથે પણ બેઠક કરશે.

 આ પણ વાંચો: ભરૂચ: ભાજપના દાવેદારોની ફેક યાદી જાહેર થતા રાજકારણ ગરમાયુ

Back to top button