ટોપ ન્યૂઝનેશનલ

SCOના સંરક્ષણ મંત્રીઓની રાજનાથસિંહની અધ્યક્ષતામાં બેઠક, આંતકવાદ મુખ્ય મુદ્દો હશે

Text To Speech
  • નવી દિલ્હીમાં યોજાવાની છે આ મહત્વની બેઠક
  • અનેક દેશોના રક્ષામંત્રીઓ રહેશે ઉપસ્થિત
  • પાકિસ્તાન વર્ચ્યુઅલ રીતે બેઠકમાં જોડાશે

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સભ્ય દેશોના સંરક્ષણ મંત્રીઓની આજની બેઠકમાં પ્રાદેશિક શાંતિ, સુરક્ષા, આતંકવાદને કાબૂમાં લેવા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે. આ બેઠકમાં દરેક દેશ પોતાનો પક્ષ રજૂ કરશે.

તમામ સંરક્ષણ મંત્રીઓ દિલ્હીમાં ઉપસ્થિત

કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ચીનના સંરક્ષણ પ્રધાન લી શાંગફુ, તાજિકિસ્તાનના સંરક્ષણ પ્રધાન કર્નલ જનરલ શેરાલી મિર્ઝો, ઈરાનના સંરક્ષણ પ્રધાન બ્રિગેડિયર જનરલ મોહમ્મદ રેઝા ઘરાઈ અસ્તિયાની અને કઝાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન કર્નલ જનરલ રસલાન ઝાકસિલનીકોવ દિલ્હી પહોંચ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાનારી કોન્ફરન્સમાં રશિયાના સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઇગુ અને ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાનના તેમના સમકક્ષો પણ હાજરી આપશે.

SCO સમિટ 2023ની અધ્યક્ષતા કરતું ભારત

SCO ના સભ્ય દેશો ભારત, રશિયા, ચીન, પાકિસ્તાન, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન છે. રક્ષા મંત્રીઓના આ સંમેલનમાં સભ્ય દેશો ઉપરાંત બેલારુસ અને ઈરાન નિરીક્ષક દેશો તરીકે ભાગ લઈ રહ્યા છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ આ કોન્ફરન્સમાં વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લેશે. ભારત SCO સમિટ 2023ની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ વખતે ભારતે સિક્યોર-એસસીઓનું સૂત્ર આપ્યું છે.

Back to top button