ગુજરાત વિધાનસભાના 182 ધારાસભ્યો આજે શપથગ્રહણ કરશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની બહુમતી જીત બાદ મંત્રી મંડળની રચના થઈ ચૂકી છે જે બાદ આજે તે તમામ ધારાસભ્યો આજે શપથગ્રહણ કરશે. ભારતીય જનતા પાર્ટીની આજરોજને ગાંધીનગર ખાતે બેઠક યોજાવાની છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના નવા ચૂંટાયેલા તમામ ધારાસભ્યોની બેઠક યોજાશે જે બેઠકમાં વિધાનસભા અધ્યક્ષની નિમણુંક કરી શપથ ગ્રહણ કરાવવામાં આવશે. જે પહેલા પ્રોટેમ સ્પિકર તરીકે યોગેશ પટેલ પણ શપથગ્રહણ કરશે.

આ પણ વાંચો: શેત્રુંજય પર્વત પર તોડફોડ મામલે જૈન સમાજ ઉમટ્યું, રેલી યોજી ડેપ્યુટી કલેકટરને આપ્યું આવેદ
આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક, શું છે કાર્યક્રમ?
વિધાનસભાનું સત્ર મળે તે પહેલા ગુજરાત ભાજપના નવા ચૂંટાયેલ તમામ ધારાસભ્યોની બેઠક આજે યોજાવાની છે. ત્યારે આજે 9 વાગે બેઠક મળશે. જેમાં રાજભવન ખાતે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને ધારાસભ્ય પદના શપથ લેવડવાશે. ત્યારબાદ તેમને કાર્યકરી અધ્યક્ષ તરીકે બીજાને શપથ લેવડાવવાના અધિકાર મળશે. આ બાદ બપોરે 11.30 થી 12.00 વાગે વિધાનસભામાં સૌ પ્રથમ ભુપેન્દ્ર પટેલને શપથ લેશે ત્યાર બાદ સિનિયર મંત્રી, કેબિનેટ મંત્રીઓ, જો વિપક્ષ નેતા બનાવે તો તેમને, રાજ્યકક્ષાના મંત્રીઓ, દંડકની શપથવિધિ થશે.ગત સોમવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તેમજ અન્ય ધારાસભ્યોએ શપથ લીધા હતા. જે બાદ 19 ડિસેમ્બરે ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાવા જઈ રહી છે.

પ્રોટેમ સ્પીકર કરાવશે શપથ ગ્રહણ
વિધાનસભા સત્ર 20 તારીખે યોજાવાનું છે. ત્યારે આ પહેલા ભાજપના નવા ધારાસભ્યોની બેઠક યોજાવા જઈ રહી છે. જે બેઠકમાં પ્રોમટર સ્પીકર વડોદરા માંજલપુરના યોગેશ પટેલ પ્રોટેમ સ્પીકર તરીકે શપથ ગ્રહણ કરશે તેમજ તે બાદ તેઓ ભાજપના નવા ચૂંટાયેલ ધારાસભ્યોને પણ શપથ લેવડાવવાના છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ હવે ભાજપના નેતાઓએ પોતાનો કાર્યભાર સંભાળી કામગીરી શરુ કરી દીધી છે. તેમજ વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વડોદરાની માંજલપુર સીટના વિજેતા ઉમેદવાર યોગેશ પટેલની વરણી કરવામાં આવી છે ત્યારે તેઓ આ બેઠકમાં શપથ લીધા પછી તમામ ધારાસભ્યોને પણ શપથ લેવડાવશે.