અમદાવાદમાં આ જગ્યાએ પ્રાયોગિક ધોરણે મિકેનીકલ રોટેસનલ પાર્કિંગ બનાવાશે
- ખાનગી કંપનીને પ્રતિ નંગ માટે રુપિયા 98 લાખના ભાવથી કામ સોંપાયું
- દાણાપીઠ ઓફિસના બિલ્ડિંગમાં પાર્કિંગ માટે સ્ટેન્ડિંગની મંજૂરી
- AMC ઓફિસમાં દોઢ કરોડના ખર્ચે મિકેનિકલ રોટેશનલ પાર્કિંગ બનશે
અમદાવાદમાં પ્રાયોગિક ધોરણે મિકેનીકલ રોટેસનલ પાર્કિંગ બનાવાશે. જેમાં AMC ઓફિસમાં દોઢ કરોડના ખર્ચે મિકેનિકલ રોટેશનલ પાર્કિંગ બનશે. એક નંગ પાર્કિંગમાં 12 યુનિટ કાર પાર્કિંગ રહશે, પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ અપાશે. દાણાપીઠ ઓફિસના બિલ્ડિંગમાં પાર્કિંગ માટે સ્ટેન્ડિંગની મંજૂરી છે. મ્યુનિ.સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું કે, જીફે કાર પાર્કિંગ ભાડે અપાશે.
આ પણ વાંચો: ગુજરાત: રાજ્યના RTOમાં કામકાજ માટે જતા હોય તો આ સમાચાર ખાસ વાંચો
ખાનગી કંપનીને પ્રતિ નંગ માટે રુપિયા 98 લાખના ભાવથી કામ સોંપાયું
મ્યુનિ.ના દાણાપીઠ ખાતેના બિલ્ડીંગમાં દોઢ કરોડના ખર્ચે પ્રાયોગિક ધોરણે મિકેનીકલ રોટેસનલ પાર્કિંગ બનાવશે. જેમાં એક નંગ પાર્કિંગમાં 12 યુનિટ કાર પાર્કિંગ રહેશે. પાંચ વર્ષના કોન્ટ્રાક્ટથી આપવા માટેની દરખાસ્ત મ્યુનિ.સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરી દીધી છે. ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે પાયલોટ પ્રોજેક્ટમાં સફળતા મળશે તો અન્ય વિસ્તારોમાં તેનો અમલ કરાશે. મ્યુનિ.દ્વારા ઇ-ટેન્ડરમાં સૌથી ઓછા ભાવ ભરનાર ખાનગી કંપનીને પ્રતિ નંગ માટે રુપિયા 98 લાખના ભાવથી કામ સોંપાયું છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે ત્રણ કાયદામાં સુધારો પસાર થયો
પાયલોટ પ્રોજેક્ટ હોવાથી તેનો થોડાંક સમય સુધી અભ્યાસ કરાશે
આ સિવાય ટેન્ડરની રકમ ઉપરાંત 18 ટકા જીએસટી, ટ્રાન્સ્પોર્ટેશન, અન્ય ખર્ચ પણ કંપનીને ચૂકવવામાં આવશે. પાર્કિંગ સિસ્ટમનાં પાંચ વર્ષના કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને એઇન્ટેન્ન્સ કોન્ટ્રાક્ટ માટે કુલ 23.03 લાખ સાથે કુલ 1,53,61,540 રકમ કંપનીને ચૂકવાશે. મ્યુનિ.સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું કે, જીફે કાર પાર્કિંગ ભાડે અપાશે. 45 સેકન્ડમાં કાર પાર્ક થશે. વિજળી ગૂલ થઇ હોય તેવા સમયે પણ મેન્યુઅલ ઓપરેશનથી ઉપર પાર્ક થયેલા વાહનો નીચે લાવી શકાય છે. પાયલોટ પ્રોજેક્ટ હોવાથી તેનો થોડાંક સમય સુધી અભ્યાસ કરાશે. જેમાં સફળતા મળશે તો અન્ય સ્થળોએ પણ તેનો અમલ કરાશે.